દિલ્હીમાં અનાજ-કરીયાણુ ઘરે પહોંચશે:શાકભાજી વાળા માટે ઈ-પાસ

25 March 2020 05:49 PM
India
  • દિલ્હીમાં અનાજ-કરીયાણુ ઘરે પહોંચશે:શાકભાજી વાળા માટે ઈ-પાસ

કેજરીવાલે જબરદસ્ત પહેલ કરી: આવશ્યક ચીજોનું ઉત્પાદન કરતા કારખાનાઓને ફરી ખોલવા માટે 24 કલાકમાં મંજુરી

દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર થતા જ જીવન આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે લોકોની કતાર લાગે છે અને વેપારીઓ પોલીસ તથા ગ્રાહક વચ્ચે પીસાય છે તે વચ્ચે દિલ્હી સરકારે એક મહત્વના નિર્ણયમાં તેમના ઘરે જ અનાજ પહોંચાડવાની જાહેરાત કરી છે જયારે શાકભાજીવાળાઓને ઈ-પાસ આપવામાં આવશે જેના આધારે ચોકકસ વિસ્તારમાં તેમના શાકભાજી વેચવા જશે. આ ઉપરાંત આવશ્યક ચીજોનો પુરવઠો જળવાઈ રહે તે માટે આ પ્રકારનું ઉત્પાદન કરતા કારખાનાને ખોલવા માટે ઈ-પાસ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. જેમાં કારખાનેદાર પોતાના રજીસ્ટ્રેશન નંબર સાથે અરજી કરીને કેટલા કારીગરો તથા કાચા માલ માટે વાહનની જરૂર છે તે દર્શાવીને દિલ્હી સરકારને અરજી કરે કે તુર્ત જ 24 કલાકમાં ફેકટરી ચાલુ કરવા ઈ-પાસ મળી જશે જેના કારણે આવશ્યક ચીજોનો પુરવઠો યથાવત રહેશે.


Loading...
Advertisement