ગુજરાતમાંથી સેંકડો કારીગરો પગપાળા રાજસ્થાન ભણી રવાના

25 March 2020 05:47 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાંથી સેંકડો કારીગરો પગપાળા રાજસ્થાન ભણી રવાના

ગુજરાતમાં કોરોનાના કારણે કારખાનાઓ બંધ થઈ ગયા છે અને રાજસ્થાનમાં કામ કરતા હજારો મજુરો માટે વતન પરત જવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ સ્થિતિમાં એસટી સહિતના વ્યવહારો બંધ હોવાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સેંકડો કારીગરો હવે પગપાળા તેમના વતન જઈ રહ્યા છે. અમદાવાદમાં અનેક કારખાનામાલિકોએ તેમના કામદારોને રૂા.500-500 આપીને પરત જવા જણાવ્યું હતું. હિમ્મતનગર અને પ્રાંતીજની આસપાસ આ પ્રકારના કારીગરોની મોટી કતાર જોવા મળે છે અને તેઓ પોતાના સામાન તથા કુટુંબ સાથે પરત જઈ રહ્યા છે. રસ્તામાં તેઓ પાસે ખાવા-પીવાની કોઈ ચીજ નથી પરંતુ નાના ગામડામાં રોકાઈને તેઓ રસોઈ કરી લે છે.


Loading...
Advertisement