કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારને કોરોના પોઝીટીવ

25 March 2020 05:38 PM
India
  • કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારને કોરોના પોઝીટીવ

કોન્ફરન્સમાં હાજર રહેનારાઓનું લિસ્ટ બનાવી તેમને કવોરન્ટાઈન કરવાની શકયતાઓ

ભોપાલ તા.25
અત્રે 20 માર્ચે મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં આવેલ એક પત્રકારની પુત્રી કોરોના પોઝીટીવ હોવાની પુષ્ટિ થતા ખળભળાટ મચી ગયો છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથ ઉપરાંત તેમના મંત્રીઓ પણ હાજર હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર એક પત્રકારની પુત્રીને કોરોના વાઈરસ હોવાની પુષ્ટિ થતા હવે આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર જેટલા પણ હાજર રહેલા તે બધાની તપાસ થઈ શકે છે તેઓ કવોરન્ટાઈન પણ થઈ શકે છે. પ્રશાસન આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર દરેક મંત્રીઓ પત્રકારોનું લિસ્ટ બનાવી રહી છે.

જેથી તેમને કવોરન્ટાઈન કરી શકાય. જો કે ખુદ કમલનાથે પોતાને કવોરન્ટાઈન કર્યા છે કે નહીં, એ વાતની પુષ્ટિ નથી થઈ. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપતા પહેલા કમલનાથે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પત્રકારની પુત્રીને પણ કોરોના પોઝીટીવ છે.


Loading...
Advertisement