કેન્દ્રીય કેબીનેટમાં પણ સોશ્યલ ડીસ્ટન્સ

25 March 2020 05:28 PM
India
  • કેન્દ્રીય કેબીનેટમાં પણ સોશ્યલ ડીસ્ટન્સ

વડાપ્રધાને દેશની જનતાને કરેલ અપીલ ખુદ ફોલો કરી

દેશમાં કોરોનાના કારણે વાયરસનો ચેપ ન લાગે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સોશ્યલ ડીન્ટન્સ રાખવા અપીલ કરી હતી અને તેમાં બે વ્યક્તિઓ ઓછામાં ઓછા ત્રણ ફૂટના અંતરે રહે તે જોવા જણાવ્યું હતું. હવે આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ખુદ વડાપ્રધાને અને તમામ કેબીનેટ મંત્રીઓએ સોશ્યલ ડીન્ટન્સ રાખ્યુ હતું એટલે કે વડાપ્રધાન ઉપરાંત તમામ મંત્રીઓની ખુરશી ત્રણ ફૂટથી વધુ અંતરે ગોઠવાયુ હતું. આ માટે કેબીનેટ રૂમના બદલે વડાપ્રધાન કાર્યાલયમાં અન્યત્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વિડીયો પીએમઓએ શેર કર્યો છે તથા લોકોએ એ પણ જણાવ્યું છે કે સોશ્યલ ડીસ્ટન્સ જ આપણને કોરોનાથી બચાવશે.


Loading...
Advertisement