ખેડૂતોને પાક ધીરાણની ચૂકવણીમાં ત્રણ માસની મુદત : રાજય સરકારનો નિર્ણય

25 March 2020 05:26 PM
Ahmedabad Gujarat
  • ખેડૂતોને પાક ધીરાણની ચૂકવણીમાં ત્રણ માસની મુદત : રાજય સરકારનો નિર્ણય

સાંજે મુખ્યમંત્રી ફલોર-ચોખા-દાળમીલો સાથે બેઠક કરશે : દૂધ, શાકભાજી, બટેટા, ડુંગળી સહિત કોઇપણ આવશ્યક ચીજની અસર નહી થવા દેવાય

ગાંધીનગર તા.25
રાજ્યમાં ચાલી રહેલા લોક ડાઉન દરમિયાન ખેડૂતોના ટૂંકી મુદ્દત ના પાક ધિરાણની મુદ્દત વધારવા તેમજ રાજ્ય સરકાર દ્વારા તેના હિસ્સાનું વ્યાજ ભરવાનો મહત્વનો નિર્ણય વિજયભાઈ રૂપાણીએ કર્યો છે.
આજે બપોરે સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં લોક ડાઉન મામલે કેટલાક મહત્વના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે જેમાં ગરીબો માટે મફત અનાજ તેમજ નાગરિકોને સરળતાથી શાકભાજી ફળફળાદી અને દૂધનું વિતરણ આયોજન બદ્ધ રીતે કરવા માટે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારા અખબાર વિતરણ બંધ અંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમાર એ ટકોર કરી હતીકે કોરોના વાયરસનું સંક્રમણ અખબાર વિતરણ દરમિયાન થતું હોવાની ફરિયાદ કે કોઈપણ કિસ્સો હજુ સુધી સામે આવ્યો નથી.
જ્યારે ખેડૂતોના પાક ધિરાણ અંગે લીધેલા નિર્ણયની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના પાક ધિરાણની મુદ્દતને 2 કે 3 માસ સુધી વધારવા માટે નો મહત્વનો નિર્ણય કર્યો છે અને આ અંગેની રજૂઆત પણ ભારત સરકારને કરવામાં આવશે કારણકે કોરોના વાયરસ ની મહામારી વચ્ચે 31માર્ચ સુધી ખેડૂતોને લોન ભરવી અશક્ય છે. અને એટલે જ આ નિર્ણય કર્યો હોવાનો સ્વીકાર કર્યો હતો જોકે રાજ્ય સરકાર તેના હિસાબ વ્યાજ બેંકોમાં ભરી જશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી .
જ્યારે આજે સાંજે 4:00 કલાકે રાજકોટ સહિત અમદાવાદ ,સુરત દાહોદ અને વડોદરા ના ફ્લોર મીલ દાળ અને ચોખા મિલના અગ્રણી વેપારીઓ સાથે વિજયભાઈ રૂપાણી જથ્થા અંગેની સમીક્ષા કરશે કારણ કે મહામારીની આ પરિસ્થિતિમાં નાગરિકોને ઘઉં ચોખા તેમજ દાળ આસાનીથી સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ચર્ચા વિમર્શ કરશે.
તો બીજી તરફ દૂધ વિતરણ અંગે માહિતી આપતા અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના 18 દૂધ સંઘ ઉપર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ફરજિયાત સ્થળ ઉપર હાજર રહીને દૂધની આવક જાવક ઉપર નજર રાખશે જોકે ગુજરાતમાં દૈનિક 3 કરોડ લીટર દૂધની આવક છે જેની સામે અંદાજિત 50 થી 12 લાખ લિટર દૂધની ખપત છે એટલું જ નહીં આજે 50 લાખ લીટર દૂધ નું વિતરણ કરવામા આવી હોવાનો સ્વીકાર કર્યો હતો જોકે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દૂધ સંઘ પર દૂધની તમામ ખપત અને આવકનો સંપૂર્ણ હિસાબ રાખશે એટલે દૂધની મુશ્કેલી પણ નહીં સર્જાય તેવો દાવો કર્યો હતો.
શાકભાજી અને બટાકા ડુંગળી આ અંગે લીધેલા નિર્ણય અને આયોજનો અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આજ 53 હજાર કવીંટલ શાકભાજી નું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 12 હજાર ક્વિંટલ લીલા શાકભાજી તેમજ 4380 કવીંટલ ડુંગળી અને 8700 કવીંટલ ટમેટા નું વિતરણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું
આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી હતી કે શાકભાજીનો જથ્થો પણ પર્યાપ્ત પ્રમાણમાં છે . એટલું જ નહીં રાજ્યના પોલીસ વડા એ તમામ પોલીસ વિભાગને સૂચના આપી છે. જેના કારણે કેરીયા મારફતે પણ નાગરિકોને સરળતાથી શાકભાજી મળી રહેશે.
ડુંગળી બટેકાના જથ્થા અંગે પૂછેલા પ્રશ્ર્નના ઉતરમાં અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું કે અન્ય રાજયોમાંથી ડુંગળી બટેકાના જથ્થા તેમજ તેમની ટ્રકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી ગઇ છે.


Loading...
Advertisement