વિદેશથી આવતા ભારતીયો દેશમાં 21 દિવસના લોકડાઉનનું કારણ બન્યા

25 March 2020 05:23 PM
India
  • વિદેશથી આવતા ભારતીયો દેશમાં 21 દિવસના લોકડાઉનનું કારણ બન્યા

વિદેશી ભારતીયો કોરોના વાયરસ સાથે લઈને આવી રહ્યા હોવાના પુરાવા મળતા જ મોદી સાવધ થઈ ગયા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપ્તાહમાં બીજી વખત ટેલીવીઝન પર આવીને જે રીતે કોરોના વાયરસ સામેની લડાઈમાં રાષ્ટ્રજોગ પ્રવચન કર્યુ અને હવે દેશવ્યાપી લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી તેવુ જણાવ્યું તેની પાછળ વિદેશમાં રહેલા અને ભારતમાં પરત આવી રહેલા નાગરિકોની મોટી સંખ્યા હોવાનું મનાય છે. વિશ્ર્વમાં કોરોના ફેલાવવાનું શરુ થતા ચીન સહિતના દેશોમાંથી સેંકડો ભારતીયો પરત આવવા લાગ્યા હતા અને જેમ જેમ કોરોના આગળ વધતો ગયો તેમ તેમ તે દેશમાંથી ભારતીય નાગરિકો પરત આવ્યા હતા. ઉપરાંત હજારો ભારતીય નાગરિકો અનેક દેશોમાં ફસાઈ ગયા હતા. પરંતુ અન્ય રીતે પરત આવી રહેલા ભારતીયોમાં કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. આમ વિદેશમાં વસતા લાખો ભારતીયો દેશના અનેક વિસ્તારોમાં ફેલાઈ જવાથી કોરોનાનો વાયરસ સમગ્ર દેશમાં ફેલાઈ અને સ્થાનિક ચેપ લગાડે તેવી શકયતા ઉભી થતા જ વડાપ્રધાને પ્રથમ આંતરરાષ્ટ્રીય ફલાઈટો બંધ કરાવી અને વિદેશથી આવેલા તમામ માટે 14 દિવસનો કવોરેન્ટાઈન પીરીયડ નિશ્ર્ચિત કર્યો અને આ રીતે ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લોકડાઉન પણ કર્યુ.


Loading...
Advertisement