કોરોના વાયરસ એ સ્વરૂપ ન બદલતા મોટી રાહત

25 March 2020 05:21 PM
World
  • કોરોના વાયરસ એ સ્વરૂપ ન બદલતા મોટી રાહત

વૈજ્ઞાનિકો હવે ઝડપથી તેની ઓળખ મેળવીને વેકસીન શોધશે

લંડન તા.25 કોરોના સામે વિશ્ર્વ ઝઝુમી રહ્યું છે તે વચ્ચે સૌથી મોટી રાહત એ છે કે કોરોનાના વાયરસ તેના જીનોટીક કોડ કે રૂપ બદલી રહ્યા નથી અને તેથી તેની ઓળખ બનાવવી સરળ બની ગઈ છે એટલું જ નહી તે માટેની વેકસીન બનાવવાનું પણ સરળ હશે તેમ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના વાયરસ અનેક વખત તેમનું સ્વરૂપ બદલતા હોય છે અને તે રીતે વૈજ્ઞાનિકો માટે તેનો ઉપાય શોધવો અઘરો બનાવતા હોય છે. તેમનું સ્વરૂપ તથા કયારેક જીનેટીક કોડ પણ બદલી જતા હોય છે. પરંતુ કોરોના વાયરસ પ્રથમ વખત જોવા મળ્યા હતા તેવા હાલ જોવા મળે છે અને તેથી તેની વેકસીન બનાવવાનું સરળ બની ગયું છે. જો કે એ પણ નિશ્ર્ચિત થઈ ગયું છે કે તમામ વાયરસ સમાન રીતે ઘાતક છે. કોઈ એકબીજાથી વધુ ઘાતક નથી તેથી એક વેકસીન શોધાશે કે તુર્ત જ તે કોરોના પર અસર કરશે. કોરોનાના વાયરસનું વિભાજન થાય છે. પરંતુ તેની નવી પેઢી અને જુની પેઢી વચ્ચે મોટુ અંતર રહેતું નથી.


Loading...
Advertisement