તો... ‘શૂટ એટ સાઇટ’ના ઓર્ડર ! તેલંગણામાં લોકડાઉનના ભંગ સામે ચેતવણી

25 March 2020 05:10 PM
India
  • તો... ‘શૂટ એટ સાઇટ’ના ઓર્ડર ! તેલંગણામાં લોકડાઉનના ભંગ સામે ચેતવણી

બે દિવસમાં લોકોએ પરવા નહી કરતા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે લશ્કર ઉતારવા પણ તૈયારી હોવાનું જણાવ્યું

હૈદરાબાદ: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આગામી 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું છે. કોરાના સામેનું યુદ્ધ કેટલું મુશ્કેલ છે તે હવે રોજ પરિસ્થિતિ પરથી જ ખ્યાલ આવશે અને લોકડાઉન એ એક પ્રકારના કફર્યુ જ છે તેવું વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. તે વચ્ચે તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે બહું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનું ઉલ્લંઘન જો ચાલું જ રહેશે તો અમારા માટે દેખો ત્યાં ઠાર કરોના હુકમ આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે જ નહી. તેઓએ જણાવ્યું હતું કે લોકડાઉન નિષ્ફળ જાય તો અમારા માટે રાઉન્ડ ધ કલોકનો કફર્યુ લાદવાનો પણ વિકલ્પ છે.

ચંદ્રશેખર રાવે રાજયના લોકોને અપીલ કરતા જણાવ્યું કે અમારે વધુ કડક આદેશ આપવા પડે તેવી પરિસ્થિતિ જ ન સર્જાય તે જોવાની સૌની ફરજ છે. છેલ્લા બે દિવસથી હૈદરાબાદ તથા રાજયના અન્ય વિસ્તારોમાં જે રીતે લોકો લોકડાઉનનો ભંગ કરીને બહાર નીકળી રહ્યા છે તેનાથી અત્યંત આકરા શબ્દોનો ઉપયોગ કરતા રાવે કહ્યું કે અમો શેરીઓમાં સૈન્યને ઉતારી શકીએ છીએ.

લોકડાઉન કે જો કફર્યુ લદાય તો શુટ એટ સાઈટનો ઓર્ડર પણ આપવાની તમારી તૈયારી છે. તેઓએ કહ્યું કે સાંજે 7થી સવારે 6 વાગ્યા સુધી કફર્યુ લાદી દેશું અને તમારી દુકાનો સાંજે 6 વાગ્યે બંધ કરવા જણાવી શકીએ તેમ છીએ.


Loading...
Advertisement