ગુજરાતમાં કોરોનાના 25 ટકા દર્દીને ‘લોકલ ચેપ’

25 March 2020 04:33 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કોરોનાના 25 ટકા દર્દીને ‘લોકલ ચેપ’

38માંથી 11ને ‘લોકલ ટ્રાન્સમીશન’: ફેલાવો રોકવા માટે સૌથી મોટો પડકાર

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝીટીવ કેસોની સંખ્યા 38 પર પહોંચી છે ત્યારે 25 ટકા કેસોમાં દર્દીઓને લોકલ ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના ચેપને ફેલાતો રોકવાના એક નવા પડકાર સર્જાયો છે.
રાજયમાં 38માંથી 11 કેસોમાં લોકલ ટ્રાન્સમીશન હોવાનું માલુમ પડયુ છે.
રાજયના આરોગ્ય વિભાગની આંકડાકીય માહિતી પ્રમાણે આજે સવારની સ્થિતિએ પોઝીટીવ કેસોની સંખ્યા 38 થઈ છે. અમદાવાદમાં 14, સુરતમાં 7, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3 તથા કચ્છમાં એક છે. એક 38 પૈકી 11ને કોરોનાનો ચેપ લોકલ ટ્રાન્સમીશનથી લાગ્યો છે.
રાજકોટમાં ગઈકાલે કોરોનાના બે પોઝીટીવ કેસો નોંધાયા હતા તેમાંથી એક લોકલ ટ્રાન્સમીશનમાં હતો. ગાંધીનગરમાં ગઈકાલના બે પોઝીટીવ કેસ લોકલ ટ્રાન્સમીશનના હતા.
આજે રાજયમાં નવા ત્રણ કેસ નોંધાયા છે તેમાંથી સુરતના 62 વર્ષના પુરુષ તથા વડોદરાના 30 વર્ષના યુવકને પણ સ્થાનિક સ્તરે ચેપ લાગ્યો હોવાનું માલુમ પડયુ છે.
કેન્દ્રથી માંડીને રાજય સરકારને સૌથી મોટી ચિંતા કોરાનાના લોકલ ટ્રાન્સમીશનની જ છે. કારણ કે તે સ્થાનિક સ્તરે ફેલાવા લાગવાના સંજોગોમાં કાબૂ મેળવવાનો સૌથી મોટો પડકાર સર્જાય શકે તેમ છે. લોકલ ટ્રાન્સમીશન ડામવા માટે આરોગ્ય વિભાગ ઉંધા માથે થયો છે. પોઝીટીવ કેસ ધરાવતા દર્દીઓના પરિવારજનોના ટેસ્ટ કરાવવા ઉપરાંત તેના સંપર્કમાં આવતા લોકોને કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જે-તે વિસ્તારો સેનીટાઈઝ કરવામાં આવી રહ્યા છે.


Loading...
Advertisement