કોરોનાના કહેરમાં ગરીબ-મઘ્યમ વર્ગને મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ

25 March 2020 04:31 PM
Ahmedabad Gujarat
  • કોરોનાના કહેરમાં ગરીબ-મઘ્યમ વર્ગને મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ

બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરી શકાશે

રાજ્યમાં કોરોનાના 36 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. કોરોનાને લઈ આખો દેશ લોકડાઉન સ્થિતિમાં છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કહેર સામે લડવા માટે ગુજરાતભરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોસાયટીઓ પોતાના વિસ્તારમાં ગરીબ લોકો અને જરૂરી ચીજો થી વંચિત લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. તેમજ કેટલાક યુવાઓ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિત અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને ચા, પાણી અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમજ આ ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા અને જીવનજરૂરી ચીજો પહોંચાડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી રાહત ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા અપીલ કરવામાં આવી છે.
કોરોનાની બીમારી સામે લડવા માટે નાગરિકો અને સેવા ભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આ બેંક ખાતામાં ઓનલાઈન આપી શકશે. તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ફાળાના ચેક સ્વીકારશે. આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો


Loading...
Advertisement