કોરોનાનો અંત નજીક આવી રહ્યો છે: નોબેલ વિજેતા વૈજ્ઞાનિકનો દાવો

25 March 2020 04:25 PM
India World
  • કોરોનાનો અંત નજીક આવી રહ્યો છે: નોબેલ વિજેતા વૈજ્ઞાનિકનો દાવો

કોરોના એટલો ભયાનક નથી, જેટલો માનવામાં આવે છે, બધું ઠીક થઇ જશે : માઈકલ લેવિટ ▪ અગાઉ ચાઈનામાં કોરોના અંગે આગાહી કરી ચૂકેલા માઈકલ લેવીટે કહ્યું કે કોરોનાને આપણે ઓવર રીએકટ કર્યો છે ▪ રસાયણ ક્ષેત્રે નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિકનો આશાવાદ ▪ દ. કોરિયા અને ચીનમાં ઘટેલા કેસોના દાખલા લેવિટે આપ્યા

વોશિંગ્ટન તા.25
વિશ્વભરમાં કોરોનાનો જબરો આતંક છે અને એક પછી એક બાજુથી ખરાબ સમાચાર આવી રહ્યા છે તે સમયે નોબેલ પારિતોષિક વિજેતા અને સ્ટેન્ડફોર્ડ બાયોફીઝીસ્ટ માઈકલ લેવીટે એવો વિશ્વાસ દર્શાવ્યો કે, કોરોનાનો અંત નજદીક છે અને તે જેટલો ધારવામાં આવે છે તેવો ભયાનક બનશે નહી.

તેઓએ અગાઉ જ એવી આગાહી કરી હતી કે ચાઈનામાં કોરોના સૌથી વધુ અસર કરશે. અન્ય નિષ્ણાંતો પુર્વે તેમણે આ અનુમાન આપ્યુ હતું અને તે સાચુ પડયુ છે. તેમણે ફેબ્રુઆરીના મધ્યમાં જ ચાઈનામાં આ મહામારી ઉપરાંત અમેરિકામાં પણ આ વાયરસ આતંક મચાવશે તેવુ જણાવ્યુ હતું. તેમણે ગઈકાલે લોસ એન્જલીસ ટાઈમ્સને એક મુલાકાતમાં કહ્યું કે કોરોના અંગે ઘણી વાતો કહેવાય છે પરંતુ સ્પષ્ટ સંકેત છે કે જેનો ગ્રોથ રેટ ધીમો પડી રહ્યો છે.

અમેરિકામાં પણ અગાઉના અનુમાન કરતા ઓછા મૃત્યુ નોંધાયા છે. તેમણે કહ્યું કે કોરોનાને આપણે ઓવર રીએકટ કર્યો છે અને તેનાથી નવી કટોકટી સર્જાઈ શકે છે. જે રોજગારી છીનવાઈ રહી છે તેનાથી નવી સમસ્યા સર્જાશે, આપઘાતો વધશે.


Loading...
Advertisement