આખરી ઘડીએ વિમાની કંપનીઓએ તગડા ભાડા વસુલી લીધા

25 March 2020 04:08 PM
India
  • આખરી ઘડીએ વિમાની કંપનીઓએ તગડા ભાડા વસુલી લીધા

દેશમાં કોરોનાના કારણે આંતરિક વિમાની સેવાઓ પણ 24 કલાક પહેલા બંધ કરી દેવામાં આવી છે અને હવે તા.14 એપ્રિલ સુધી તો આ સેવાઓ ચાલુ થાય તેવી શકયતા નહીવત છે પણ વિમાની કંપનીઓએ તેમની સેવાઓ શટડાઉન કરતા પહેલા મેટ્રોસીટીની ફલાઈટમાં જંગી ભાડા વસુલી લીધા હતા. કોરોનાના કારણે લોકોની હાલતની ચિંતા કર્યા વગર મુંબઈ થી દિલ્હીની ટીકીટ 16000, કોચી રૂા.11000, કોલકતા રૂા.25000, જયપુર રૂા.31500 અને હૈદરાબાદ 8500 જેવી રકમ વસુલી તો દિલ્હી માટે રસ હતો તેની મોંઘી ટિકીટ રૂા.36000માં વેચાઈ હતી. જો કે બેંગ્લોર જતી તમામ ફલાઈટો સસ્તામાં હતી અને 4500ના ભાડામાં બેંગ્લોર પહોંચાડાતુ હતું. દેશના ઉડ્ડયન ઈતિહાસમાં પ્રથમ વખત તમામ પેસેન્જર વિમાની સેવાઓ બંધ થઈ હોય તેવી પ્રથમ ઘટના છે.


Loading...
Advertisement