ઓટો ઉદ્યોગને રૂા.2300 કરોડનું નુકશાન

25 March 2020 04:08 PM
India
  • ઓટો ઉદ્યોગને રૂા.2300 કરોડનું નુકશાન

દેશમાં ઓટો ઉદ્યોગને તો પડયા પર પાટુ વાગે તેવી સ્થિતિ છે. એક તો તે લાંબા સમયથી મંદીમાં ગરકાવ છે અને કંપનીઓએ પ્રોડકશન પણ ઘટાડી દીધા હતા. હવે કોરોનાના કારણે લોકડાઉન પણ શરૂ થયુ છે. અગાઉ કંપનીઓએ બીએસ-4 પ્રકારના વાહનોના નિકાલ માટે ડિસ્કાઉન્ટ સહિતની યોજનાઓ જાહેર કરી હતી પણ તેનો લાભ ગ્રાહકો આખરી ઘડીએ ઉઠાવશે અને બીએસ-4નો સ્ટોક ખાલી થઈ જશે તેવી આશા હતી પણ ત્યાંજ કોરોનાને કારણે લોકડાઉન આવ્યુ છે જેના કારણે કંપનીઓના ઉત્પાદન બંધ થઈ ગયા છે. ડીલરોના શોરૂમ બંધ થઈ ગયા છે. આરટીઓમાં રજીસ્ટ્રેશન થતા નથી. ઓટો ઉદ્યોગ રોજનું રૂા.2300 કરોડનુ નુકશાન સહન કરી રહ્યું છે.


Loading...
Advertisement