કોરોના હવાથી પણ ફેલાય છે: પ્રિયંકા ચોપડાએ હવે પ્રશ્ન પૂછયો

25 March 2020 04:04 PM
Entertainment India
  • કોરોના હવાથી પણ ફેલાય છે: પ્રિયંકા ચોપડાએ હવે પ્રશ્ન પૂછયો

આપણા સેલીબ્રીટીઓ કોરોનાથી અત્યંત ફફડે છે અને તેઓ પોતાના પર્સનલ ફીઝીશ્યન ઉપરાંત હવે જયાંથી મળે ત્યાંથી માહિતી મેળવવા માંગે છે. બોલીવુડની અભિનેત્રી જે હવે વિદેશમાં જ રહે છે તેને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડોકટર મારીયા વાન અને ડો. ટેડ્રોસને ઈન્સ્ટાગ્રામ પર તેમની સાથેની વાતચીત શેર કરી છે. તેણે કહ્યું કે કોરોના અંગે એટલી બધી માહિતી આવે છે કે સાચી કઈ ખોટી કઈ તે પણ ખબર પડતી નથી. તેણે કેટલાક પ્રશ્ર્નો પૂછયા જેમાં હવાથી પણ કોરોનાનો ચેપ લાગે છે તેવા સહિતના પ્રશ્ર્નો હતા. જો કે તેને આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટ કહ્યું કે કોરોના વાયરસ એરબોર્ન નથી પણ તે કોઈ પણ સપાટી પર ચોકકસ સમય ટકી શકે છે અને તેથી લોકો તેનાથી સાવધ રહેવું જોઈએ.


Loading...
Advertisement