બેડી વિસ્તારમાં એક મહિલા પર પરિવારે કર્યો હુમલો

25 March 2020 03:48 PM
Jamnagar
  • બેડી વિસ્તારમાં એક મહિલા પર પરિવારે કર્યો હુમલો

મહિલાની પુત્રીના સંસાર બાબતે બોલચાલી થતા હુમલો

જામનગર તા.25
જામનગરના બેડી રાશનપરા વિસ્તારમાં રહેતા એક મહિલા પર બે મહિલા સહીત પરિવારના ચાર સખ્શોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહિલાની પુત્રીના સંસાર બાબતે બોલાચાલી થતા પરિવારના વ્હાર સખ્શોએ મહિલાના ઘરે જઈને માર માર્યો હોવાની ફરિયાદ સામે આવી છે.
જામનગરના બેડી રાશનપરા વિસ્તારમાં રહેતા મુસાભાઈ જાફુભાઈ કકલ નામના સખ્શની દીકરીના ઘર સંસાર બાબતે બેડી રાશનપરા વિસ્તારમાં રહેતા રેશમાબેન ફરીદભાઈ શેખ ઉ.વ.26 નામની મહિલા સાથે બોલાચાલી થતા તેનો ખાર રાખી મુસાભાઈ જાફુંભાઈ કકલ સહીતના ચાર સખ્શોએ ફરિયાદીના ઘરે જઈ લાકડીના ધોકા વડે મારમારી ડાબા પગની આંગળીમાં ફેકચરની ઈજાઓ પહોચાડી ઢીકાપાટુંનો માર મારી શરીરે મુંઢ ઈજાઓ પહોચાડી હતી. બાદમાં મહિલાએ બેડીમરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement