જામનગરમાં લોકડાઉન વચ્ચે ખોડીયાર કોલોની વિસ્તારમાંથી શાકભાજીની 25 રેકડીઓ કબજે કરાઈ

25 March 2020 03:46 PM
Jamnagar
  • જામનગરમાં લોકડાઉન વચ્ચે ખોડીયાર કોલોની વિસ્તારમાંથી શાકભાજીની 25 રેકડીઓ કબજે કરાઈ

એસ્ટેટ શાખાની ટીમ દ્વારા રેક્ડીની સાથે શાકભાજીનો માલસામાન જપ્ત કરીને જામ્યુકોની કચેરીમાં જમા કરાવ્યો

જામનગર તા.25
સમગ્ર રાજ્યમાં રાજ્યના પોલીસના પોલીસવડા દવારા જાહેરાત કરવામાં આવી તેની સાથોસાથ જામનગર શહેરમાં લોકડાઉન કરાયું હતું. તેમ છતાં પણ કેટલાક શાકભાજીના વિક્રેતાઓ આવશ્યક ચીજવસ્તુના બહાને એક જ જગ્યાએ પોતાની રેકડીઓ ઉભી રાખીને શાકભાજીનું વેચાણ કરતા હોવાનું માલુમ પડતાં જામ્યુકો ની ટીમે દોડી જઇ રેકડીઓ સાથે શાકભાજી પણ કબજે કર્યું છે. અને મહાનગર પાલિકામાં જમા કરાવી દીધું છે.

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યને લોકડાઉન કરાયું છે. ત્યારે જામનગરના કેટલાક શાકભાજીના વિક્રેતાઓ કે જેમણે શાક નું વેચાણ માત્ર હરતી-ફરતી રેકડીઓ મા કરવાનું રહે છે. તેમ છતાં પણ તેનો ઉલ્લંઘન કરી કેટલાક વિક્રેતાઓ પોતાની રેકડી ખોડિયાર કોલોની વિસ્તારમાં એક જ સ્થળે ઊભી રાખી માર્ગ ટ્રાંફિક ને અડચણરૂપ ઉભી રાખી હતી.

આવી 25 રેકડીઓ કાયમી ધોરણે ઉભી રહેતી હોવાથી જામ્યુકોની ટીમ તરત જ ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી, અને ભારે ઘર્ષણ ની વચ્ચે તમામ 25 રેકડીઓ કબજે કરી લીધી છે. સાથોસાથ રેકડી માં રહેલું શાકભાજી પણ કબજે કરીને મહાનગરપાલિકામાં જમા કરાવી દીધું છે.


Loading...
Advertisement