સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની કાબીલેદાદ કામગીરી : સતત ખડેપગે

25 March 2020 02:46 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની કાબીલેદાદ કામગીરી : સતત ખડેપગે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની કાબીલેદાદ કામગીરી : સતત ખડેપગે

પ0 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 10 અર્બન હેલ્થ સેન્ટરો, 12 સામુહિક આરોગ્ય કેન્દ્રના 100 તબીબો તથા 576 તબીબી સહાયકો દર્દીઓની સારવાર માટે તૈનાત

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.25
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહયું છે. તેવા સમયે આપણી સુરક્ષા - સલામતી માટે પોતાની જાનની પરવા કર્યા વગર, દિવસ - રાત જોયા વિના અનેક આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ બાકાત નથી રહયાં.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ તથા ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ શાહ અને જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. પરમારની રાહબરી હેઠળ જિલ્લામાં આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો આ મહામારી શરૂ થઈ ત્યારથી સતત ખડેપગે રહી લોકોના આરોગ્યની તકેદારી રાખવાની સાથે લોકોને જાગૃત કરી રહયાં છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની સાથે વિવિધ વિભાગોના અધિકારી - કર્મચારીઓની કાર્યનિષ્ઠાના પરિણામે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના વાઈરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.
આરોગ્ય વિભાગની વાત કરીએ તો, જિલ્લામાં 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 10 અર્બન હેલ્થ સેન્ટરો અને 12 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. જેમાં 100 જેટલા ડોકટર્સ અને 576 જેટલો પેરામેડીકલ સ્ટાફ જિલ્લાવાસીઓના આરોગ્યની સેવા માટે ખડેપગે કાર્ય કરી રહયો છે. જિલ્લાના તમામ ગામડાઓમાં આરોગ્ય વિભાગના 605 જેટલી આરોગ્યની ટીમ દ્વારા "ટેકો” એપ્લીકેશનના માધ્યમ થકી ડોર ટુ ડોર જઈ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામા નોવેલ કોરોના ભજ્ઞદશમ-19 વાયરસના અટકાવવાની કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં વિદેશથી આવેલા કૂલ 108 જેટલા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પૈકી આજ દિન સુધીમાં 38 લોકોનો ક્વોરેન્ટાઈન સમય પૂર્ણ થયેલ છે, તેમજ 70 જેટલા લોકો હજુ પણ ક્વોરેન્ટાઈન એટલે કે, અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામ લોકોની તબીબોની ટીમ દ્વારા સવાર - સાંજ બે વાર તપાસ કરવામાં આવી રહી છે. ક્વોરેન્ટાઈન પીરીયડમાં રાખવામાં આવેલા લોકો પૈકી 5 લોકો શંકાસ્પદ જણાતા તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ મહત્વનું એ છે કે, આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ આ પાંચેય લોકોનો નોવેલ કોરોના ભજ્ઞદશમ-19 નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.પરમારે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં નોવેલ કોરોના ભજ્ઞદશમ-19 વાયરસને ફેલાતો અટકાવવાના જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં 65 હજારથી વધુ લોકોને આયુર્વેદીક ઉકાળા પીવડાવવામાં આવ્યા છે, તેમજ 20 હજારથી વધુ લોકોને હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને વધુને વધુ સુવિધા મળે અને નોવેલ કોરોના ભજ્ઞદશમ-19 વાયરસને ફેલાતો અટકાવી શકાય તે માટે ગાંધી હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.નોવેલ કોરોના કવોઇડ-19 વાયરસના ફેલાતો અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 27 જેટલા આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે, તથા વધુ નવા 40 જેટલા આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવનાર છે. જેને ધ્યાને લઈ આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 60 થી વધુ આઈસોલેશન વોર્ડ ઉપલબ્ધ બનશે.
રાજ્ય સરકાર અને તેનો આરોગ્ય વિભાગ માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત નોવેલ કોરોના ભજ્ઞદશમ-19 વાયરસથી મુક્ત બને તે માટે કટીબધ્ધ બની કાર્ય કરી રહ્યાં છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે, આપણા આરોગ્યના રક્ષણ માટે પોતાના આરોગ્યને જોખમમાં મુકતા આવા આરોગ્ય કર્મીઓને બિરદાવીએ.
આ માટે બહાર આવી તેમની પીઠ થબથબાવવાની જરૂર નથી, પરંતુ આપણે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરી આપણા હાથ સમયાંતરે સાબુથી કે સેનીટાઈઝરથી સાફ કરીએ, ઘરની બહાર ન નિકળીએ, મોઢા ઉપર માસ્ક પહેરી રાખીએ, બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ ન જઈએ તથા આસપાસમાં સ્વચ્છતા રાખીને આપણને ઉપયોગી બનતા આરોગ્ય કર્મીઓને આપણે "કઈ પણ ન કરીને, માત્ર થોડા સમય સુધી આપણા પોતાના ઘરમાં જ રહીને જ” બિરદાવીએ.


Loading...
Advertisement