મૂળી તાલુકાના સરા-લીયા ગામે કોરોના વાયરસ અંતર્ગત ડોર-ટુ-ડોર સર્વે શરૂ

25 March 2020 02:44 PM
Surendaranagar
  • મૂળી તાલુકાના સરા-લીયા ગામે કોરોના  વાયરસ અંતર્ગત ડોર-ટુ-ડોર સર્વે શરૂ

વતન પરત ફરેલા 16 અને વિદેશથી આવેલા ત્રણની તપાસ હાથ ધરાઇ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.25
મૂળી તાલુકામા કોરોના વાયરસ અતર્ગત લીયાગ્રા.પંના સરપંચ તનવીરસિહ રાણાએ આરોગ્ય કર્મચારીની સાથે રહીને ધરે ધરે સર્વે કરાવી ગ્રામજનોની આરોગ્યની કાળજી લીધી હતી સરા પ્રા આ કેન્દ્રના તબીબ ડો.જીગ્નેશ વણોલ ડો.જે.ડી.રાવલ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓની જુદી જુદી ટુકડીઓ એ સરા સહિત ગામો વાડી વિસ્તારમા રહેતા પરિવારોના ધરે ધરે ફરી સર્વેની કામગીરી બજાવી હતી આરોગ્ય તંત્ર કોરોના વાયરસને લઇને કોઇ રીશ્ક લેવા માંગતુ નથી દેશભરમા કોરો
ના વાયરસનુ સંક્રમણ ચાલી રહયુ છે ત્યારે જુદા જુદા જીલ્લા ઓમા હાલમા કોરોના પ્રોઝિટીવ કેસની સંખ્યામા વધારો થતા શહેરોમાથી માદરેવતન સરાગામે પરત ફરી રહેલા લોકોનુ કોરોના વાયરસને લઇને ચેકિંગ જરૂરી બનતા ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમા લઇને હકીભાઇ શુકલ સહિત ગ્રા.પંની ટીમ દ્રારા તેમજ વતન પરત ફરેલા લોકોએ ગ્રામજનો અને પરિવાર જનોની સલામતી સામે મેડીકલ ચેકઅપ કરાવાની મુનાસીબ સમજી ચેકઅપ કરાવેલ હતુ સરા પ્રા આ કેન્દ્રના તબીબ ડો વણોલે જણાવ્યા મુજબ સરાગામે આઉટ ઓફ ક્ધટ્રી મા જઇ આવેલ સરા ગામના ત્રણ અને જુદા જુદા જીલ્લા માથી વતન પરત ફરેલ 16 લોકોનુ ચેકઅપ કરેલ હતુ કોઇપણ વ્યકિતને કોરોનાના લક્ષણ દેખાયા ન હતા તંત્ર અને ગ્રામજનોએ રાહત ની લાગણી અનુભવી હતી.


Loading...
Advertisement