કોરોના વાયરસ સંદર્ભે જાહેરનામાનો ભંગ કરનાર 22 શખ્સો સામે કાર્યવાહી કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ

25 March 2020 02:42 PM
Rajkot Saurashtra
  • કોરોના વાયરસ સંદર્ભે જાહેરનામાનો ભંગ કરનાર 22 શખ્સો સામે કાર્યવાહી કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ

તા. 15-4 સુધી લોકડાઉનને પગલે ઘરમાં રહેવા સૂચના : ભીડ એકઠી કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે : એસપી મીણા

રાજકોટ,તા. 25
વિશ્વભરમાં કોરોના વાયરસને પગલે તકેદારી અને સાવચેતી રાખવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે. કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા ભીડ એકઠી ન કરવા પણ જણાવાયું છે. તેમજ ગુજરાત રાજ્યનાં તમાંમ જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ રાજકોટ ગ્રામ્યમાં પણ ખાનગી સ્થળો કે જાહેર જગ્યાઓ પર એકઠા થવા પર તા. 19-3નાં રોજ જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.

જે અનુસંધાને રાજકોટ રુરલનાં તમામ પોલીસ મથકનાં વિસ્તારોમાં પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમ છતાં જેતપુર, ઉપલેટા, ધોરાજી, વીંછીયા તેમજ પાટણવાવમાં દુકાનો, રેસ્ટોરન્ટ તેમજ ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોનાં સમુહને એકઠો કરી જીલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાનો ભંગ કરનાર કુલ 22 શખ્સો સામે છેલ્લા ત્રણ દિવસમાં ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાએ લોકોને અપીલ કરી હતી કે, તા. 15-4 સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જાહેર જનતા ઘરમાં રહે અને અગત્યનાં કામ સિવાય કોઇ ઘરથી બહાર નહીં નીકળે અને બીનજરુરી બહાર નીકળશે તેમજ ધંધા વ્યવસાય ધરાવતી વ્યક્તિ ધંધો ચાલુ રાખી ભીડ એકઠી કરશે તો તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Loading...
Advertisement