હાશ, મોરબીથી મોકલાવવામાં આવેલા ચારેય સેમ્પલમાં કોરોના નેગેટીવ: વધુ બેના સેમ્પલ લેવાશે

25 March 2020 02:31 PM
Morbi
  • હાશ, મોરબીથી મોકલાવવામાં આવેલા ચારેય સેમ્પલમાં કોરોના નેગેટીવ: વધુ બેના સેમ્પલ લેવાશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25
હાલમાં કોરોના કેસ રાજ્યના જુદા જુદા જિલ્લાની અંદર વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની અંદરથી ચાર વ્યક્તિને લોહી અને પેશાબની સેમ્પલ લઇને જામનગરની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જે ચારેય રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જો કે આજના દિવસમાં એક યુવતી અને એક યુવાનને શંકાસ્પદ તરીકે લઇ આવવામાં આવેલ છે જેના સેમ્પલ લઈને જામનગર મોકલાવવામાં આવશે અને રીપોર્ટ ન આવે ત્યાં સુધી તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું છે.
મોરબી જીલ્લામાંથી અત્ગ્યાર સુધીમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓના સેમ્પલ લઇને કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવ્યો છે જેમાં પાંચેયનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે જો કે, વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાં એક યુવતીને એક યુવાનનો સમાવેશ થાય છે અને આ બન્નેના લોહી અને પેશાબના સ્મેપલ લઇને જામનગર મોકલાવવામાં આવશે તેવું અધિકારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે વધુમાં અધિકારીના કહેવા પ્રમણે આ બન્નેમાંથી અકે પણ અંતર રાજ્ય કે પછી વિદેશ ગયેલા નથી જો કે તેમને છેલ્લા ઘણા સમયથી શરદી અને તાવ રહે છે અને કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા હોવાથી તેને સલામતીના ભાગરૂપે જામનગરથી રીપેાર્ટ ન આવે ત્યાં સુધી મેારબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં રખવામાં આવેલ છે.


Loading...
Advertisement