લોકડાઉન હોવાથી ઘરે જવાનું કહેતા મોરબીમાં યુવાને પોલીસને ગાળો ભાંડી: ગુનો નોંધાયો

25 March 2020 02:30 PM
Morbi
  • લોકડાઉન હોવાથી ઘરે જવાનું કહેતા મોરબીમાં યુવાને પોલીસને ગાળો ભાંડી: ગુનો નોંધાયો

(જીગ્નેશ ભટ્ટ) મેારબી તા.25
ગુજરાતમાં ગઇકાલથી જ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં પણ શહેરના જુદા જુદા માર્ગો ઉપર ઘણા લોકો પસાર થતા જોવા મળી રહ્યા હતા માટે આ લોકોને સમજાવીને પાછા તેઓના ઘરે મોકલવા માટેની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે સામાકાંઠે ગેંડા સર્કલ પાસે પોલીસ જ્યારે પોતાનું કામ કરી હતી ત્યારે ત્યાંથી બુલેટ લઇને પસાર થઇ રહેલા એક યુવાનને રોકીને પૂછપરછ કરવામાં આવતા તેણે પોલીસની સાથે ઝપાઝપી કરીને ગાળો બોલી હતી જેથી કરીને આ યુવાનની સામે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના દરેક માર્ગો ઉપર હાલમાં પોલીસ દ્વારા વાહન લઇને પસાર થતાં લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જો યોગ્ય કારણ લાગે તો જ તેઓને આગળ તેની મંજીલ સુધી જવા દેવામાં આવે છે નહીં તો તેઓને લોક ડાઉન હોવાથી પરત તેઓના ઘરે જવા માટેની સુચના આપવામાં આવતી હોય છે આવી જ રીતે ગઈ કાલે સવારના સમયે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગેંડા સર્કલ પાસે પોલીસ કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ પ્રવિણસિંહ જાડેજા પોતાની ફરજ ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી બુલેટ લઈને પસાર થઈ રહેલા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ રહે મહારાણા પ્રતાપ સોસાયટી વાળાને રોકીને પૂછપરછ કરવામાં આવતા તેઓએ પોલીસની સાથે ઝપાઝપી કરીને ગાળો આપી હતી માટે હાલમાં આ યુવાનની સામે ફરિયાદ નોંધીને તેનું બુલેટ નં જી જે 36 પી 5555 પણ કબજે કરી લેવામાં આવ્યુ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.


Loading...
Advertisement