મોરબીમાં ધોળા દિવસે રૂા.15.80 લાખની લુંટ કરનારા ત્રણ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજુર

25 March 2020 02:28 PM
Morbi
  • મોરબીમાં ધોળા દિવસે રૂા.15.80 લાખની લુંટ કરનારા ત્રણ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજુર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25
મોરબીના વાવડી રોડ ઉપર ઉદ્યોગપતિને મારમારીને ધોળા દિવસે 15.80 લાખની લુંટ કરવામાં આવી હતી જેનો ભેદ ઉકેલી પોલીસે ઉદ્યોગપતિના ભાગીદારના પૂર્વ ડ્રાઈવર સહીત ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેને આજે રીમાન્ડની મમાંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે
વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં પેગવીન સીરામીક વાળા હિતેશભાઈ લવજીભાઈ સરડવા (ઉંમર 42)ની આંખમાં મરચું નાખીને ધોક્કો ફટકારીને કારમાં પડેલા રોકડા રૂપિયા 15.80 લાખ ભરેલ થેલાની લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં મૂળ રાધનપુરના રહેવાસી અને હાલમાં મોરબી શહેરમાં આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખીને રહેતા ભરત દયારામભાઈ ચાવડા (ઉં.32) રહે. પ્રેમનગર તા.રાધનપુર, વિક્રમ સુંડાભાઈ દિલેસા (ઉં.20) રહે. પ્રેમનગર તા. રાધનપુર અને ચંદુ ઉર્ફે ચનો મોહનભાઇ ભિલોટા (ઉં.25) રહે. સોલૈયા ગામ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લુંટમાં ગયેલા રોકડા 10 લાખ રૂપિયા પણ રીકવર કર્યા હતા દરમ્યાન આજે આ આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.


Loading...
Advertisement