અમરેલી જિલ્લામાં ગઇકાલે નોંધાયેલ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો : હાશકારો

25 March 2020 02:16 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં ગઇકાલે નોંધાયેલ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો : હાશકારો

બાબરાના વાંડલીયા ગામે શ્રમિકને શરદી-ઉધરસ તાવના લક્ષણો દેખાતા સારવાર આપવામાં આવી

અમરેલી,તા. 25
બાબરા તાલુકાનાં વાંડલીયા ગામે રાજસ્થાનથી કુવા ગાળવાના કામે આવેલ એક મજૂરને કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં તેમને તાત્કાલીક અત્રેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ મજુરરાજસમંદર જિલ્લામાંથી તા. 15-3નાં રોજ આવેલ હોય તેમને ગઇકાલે શરદી,ઉધરસ તથા હાઈગ્રેડ તાવનાં લક્ષણો જોવા મળતાં તેમને અત્રેની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરી તેમનાં સેમ્પલ લઇ ભાવનગરલેબોરેટરીમાં મોકલાતાં અને આજેતેમનો નેગેટીવ રિપોર્ટ આવતાં અમરેલીનાં આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્રમાં હાશકારો જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજદિન સુધીમાં અમરેલી જિલ્લામાં એકપણ કોરોનાનો દર્દી નોંધાયેલ ન હોય, માત્ર બે દર્દીઓ શંકાસ્પદ જોવા મળ્યા હતાં અને આ બન્નેના રિપોર્ટ કોરોના વાયરસ નેગેટીવ રિપોર્ટ આવ્યા હતાં.


Loading...
Advertisement