લોધીકામાં મૈત્રીકરાર કરીને રહેતું રાજકોટનું યુગલ રસોઇ બનાવતાં દાઝી જતાં સારવારમાં

25 March 2020 02:15 PM
Amreli
  • લોધીકામાં મૈત્રીકરાર કરીને રહેતું રાજકોટનું યુગલ રસોઇ બનાવતાં દાઝી જતાં સારવારમાં

પાંચ માસ પૂર્વે જ બન્નેએ મૈત્રીકરાર કરી લોધીકા રહેવા જતા રહ્યા’તા : લોધીકા પોલીસે એન્ટ્રી નોંધી

રાજકોટ,તા. 25
લોધીકામાં મૈત્રીકરાર કરીને રહેતા રાજકોટનું યુગલ રસોઇ બનાવતા દાઝી જતાં તેને અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અંગે પોલીસે કાર્યવાહી આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટનાં લક્ષ્મીવાડીમાં રહેતી અમીતાબેન ભનુભાઈ બાવળીયા (ઉ.22) નામની યુવતી લોધીકામાં મૈત્રીકરાર કરીને લાભુભાઈ શામજીભાઈ સાગઠીયા (ઉ.33) (રહે. રૈયા રોડ અલ્કાપુરી-8) સાથે રહે છે. ગઇકાલે મીતાબેન રસોઇ બનાવતા હતા ત્યારે પ્રાઈમસ ફાટતા દાઝી જતાં તેને બચાવવા ગયેલાં લાભુભાઈ પણ શરીરે દાઝી ગયા હતાં. તેમને અત્રેની સિવિલમાં ખસેડાયા છે. તેમજ બન્ને પાંચ માસ પહેલા જ મૈત્રીકરાર કર્યા બાદ સાથે રહેતા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી આદરી હતી.


Loading...
Advertisement