અમરેલી જિલ્લાની ચેક પોસ્ટમાં પ્રવેશતા 92 વાહનો ડીટેઇન : વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

25 March 2020 02:11 PM
Amreli
  • અમરેલી જિલ્લાની ચેક પોસ્ટમાં પ્રવેશતા 92 વાહનો ડીટેઇન : વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

19 ગુનાઓમાં 91 લોકો સામે ગુનો દાખલ

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.25
વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે ગઇ કાલે રાત્રે 12/00 વાગ્યાથી રાજ્યભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા કોરોના વાયરસના અસરગ્રસ્તિ જિલ્લાોઓ/વિસ્તાુરોમાંથી અમરેલી જિલ્લામિાં પ્રવેશ કરતાં તથા જિલ્લાર બહાર જતાં વાહનોને અટકાવવા, જિલ્લાોના મહત્વાના એન્ટ્રીે / એક્ઝીટ પોઇન્ટા પર 20 (વીસ) ચેકપોસ્ટ શરૂ કરી, જરૂરી બેરીયર ઉભા કરી, નાકાબંધી કરી, વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવા માટે લોક ડાઉનનો ચુસ્તસ પણે અમલ કરાવવા અમરેલી જિલ્લાી પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ કેટલાક ઇસમો દ્વારા તા.24/3ના રોજ પણ કોરોના અસરગ્રસ્તર જિલ્લાયઓમાંથી અમરેલી જિલ્લાલની હદમાં પ્રવેશતા અને જાહેરનામાનો ભંગ કરતાં કુલ 91 ઇસમો વિરૂધ્ધો જિલ્લાઓના લાઠી, ખાંભા, અમરેલી તાલુકા વિગેરે પોલીસ સ્ટે શનોમાં ધી એપેડેમીક એક્ટ 1897 ની કલમ 3 મુજબ તથા ઇ.પી.કો. કલમ 269, 270, 188 મુજબ કુલ-91 લોકો વિરૂધ્ધમાં 19 ગુન્હાક નોંધાવામાં આવેલ છે તેમજ 92 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.


Loading...
Advertisement