‘હોટસ્ટાર’ પર સ્ટાર પ્લસના શો જોવા મળશે ?

25 March 2020 01:00 PM
Entertainment
  • ‘હોટસ્ટાર’ પર સ્ટાર પ્લસના શો જોવા મળશે ?

કોરોનાને પગલે ટીવી-શોનું શૂટિંગ અટકી ગયું છે ત્યારે મોટા ભાગની ચેનલો જૂના એપિસોડનું પુન: પ્રસારણ કરશે

અમદાવાદ : કોરોના વાઈરસને પગલે લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે ત્યારે વેબ સિરીઝ પ્લેટફોર્મ ધમધમી રહ્યાં છે, પણ અનેક ટીવી-શોનાં શૂટિંગ અટકી ગયાં હોવાથી હવે દર્શકોને ટીવી પર શું જોવા મળશે. એ પ્રશ્ન છે. મોટાભાગની ચેનલોએ હવે જૂના એપિસોડ ફરી ટેલિકાસ્ટ કરવાનું નક્કી કર્યું છે.

કલર્સ ટીવી પર પોપ્યુલર રિયાલીટી શો બિગ બોસની 13મી સીઝન તેમજ અન્ય શોનું પુન: પ્રસારણ થઇ શકે છે અને ઝીટીવી પર પણ 23 માર્ચથી 31 માર્ચ સુધી જૂના એપિસોડ રિપીટ થશે.

તો સ્ટાર પ્લસ પોતાનાં ડિજીટલ પ્લેટફોર્મ હોટ સ્ટારના શો ચેનલ પર રજૂ કરે એવી શક્યતા છે. હોટ સ્ટારે ક્રિમીનલ જસ્ટીસ, સ્પેશ્યલ ઓપ્સ, આઉટ ઓફ લવ જેવા અનેક હિટ શો આપ્યા છે. આ ઉપરાંત સ્ટાર ભારતના પોપ્યુલર શો રાધાકૃષ્ણ અને વૈષ્ણોદેવીના એપિસોડ પણ રિપીટ થવાના છે, જ્યારે કાર્તિક પૂર્ણિમા ને સાવધાન ઇન્ડીયા-એફઆઇઆરનાં નવા એપિસોડ જોઇ શકાશે.


Loading...
Advertisement