કલકત્તાના સૂમસામ રસ્તા જોઈને શોકડ બિગ બી

25 March 2020 12:57 PM
Entertainment India
  • કલકત્તાના સૂમસામ રસ્તા જોઈને શોકડ બિગ બી

મુંબઈ: કોરોના વાઈરસને કારણે કલકત્તાની જાણીતી જગ્યાઓએ કોઈ વ્યકિત ન દેખાતા બિગ બીને આશ્ચર્ય થયું છે. કલકતાના હાવડા બ્રિજ, રેડ રોડ અને અન્ય વિસ્તારમાં પણ કોઈ જોવા નહોતું મળી રહ્યું.

કલકતાના એક ચાહકે આ ફોટો શેર કર્યા હતા. ફોટો રીટવીટ કરીને અમિતાભ બચ્ચને ટવીટ કયુર્ં હતું કે આ ખૂબ જ અદભૂત છે. ખાસ કરીને કલકતામાં રહેનાર અને પહેલા રહી ચૂકેલી વ્યકિતઓ માટે. આ હાવડા બ્રિજ અને રેડ રોડ છે. એરપોર્ટ જવા માટેનો ફલાયઓવર. આ જગ્યાને ખાલીખમ જોવી ઈમેજિન પણ ન કરી શકાય એવું છે’.


Loading...
Advertisement