કોરોના સામે લડવા બજરંગ પુનિયાએ 6 મહિનાનો પગાર કર્યો ડોનેટ

25 March 2020 12:55 PM
India Sports
  • કોરોના સામે લડવા બજરંગ પુનિયાએ 6 મહિનાનો પગાર કર્યો ડોનેટ

નવી દિલ્હી : કોરોના વાઈરસ સામે લડવા માટે અનેક બિઝનેસમેન, સેલિબ્રીટીઝ ધીમે ધીમે આગળ આવી રહ્યા છે, જેમાં હવે બજરંગ પુનિયાનું નામ પણ ઉમેરાયું છે. કોરોના સામે લડવા માટે બજરંગ પુનિયાએ પોતાનો છ મહિનાનો પગાર ડોનેટ કર્યો છે.

આ વિશે બજરંગે કહ્યું કે, કોરોનાના દર્દીઓના ઇલાજ માટે હું મારો 6 મહિનાનો પગાર હરિયાણા ચીફ મીનીસ્ટર એમ.એલ. ખટ્ટરે શરુ કરેલા રિલીફ ફન્ડમાં ડોનેટ કરું છું. રેસલર બજરંગ પુનિયા રેલવેમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડ્યુટીના પદે કામ કરે છે. 2019ની વર્લ્ડ ચેમ્પીયનશીપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

બજરંગ પહેલા ગૌતમ ગંભીરે પણ દિલ્હીની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ઇલાજ માટે 50 લાખ રુપિયા દાન કરવાની વાત કરી હતી.


Loading...
Advertisement