ન્યુયોર્કમાં થયાં વિન્ડો-વેડિંગ : ચોથા માળની બારીમાં ઊભા રહી પાદરીએ કરાવ્યાં લગ્ન

25 March 2020 12:44 PM
Off-beat World
  • ન્યુયોર્કમાં થયાં વિન્ડો-વેડિંગ : ચોથા માળની બારીમાં ઊભા રહી પાદરીએ કરાવ્યાં લગ્ન

ન્યુયોર્કના મકાનમાં ચોથા માળે રહેતા પાદરીમિત્ર વિલ્સને મિત્ર યુગલ રેલી જેનિંગ્સ અને અમાન્ડા વ્હિલરને રસ્તા પર ઉભા રાખીને લગ્નવિધિ કરાવી હતી. લગ્નનું મુહુર્ત સચવાય અને કોરોના વાઈરસનાં રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્ટીંગ પણ જળવાય એ માટે મિત્રવર્તુળોએ અનોખી વ્યવસ્થા કરી હતી. ગયા ગુરુવારે ન્યુયોર્કના સિટી મેરેજ બ્યુરોમાંથી મેરેજલાઈસન્સ મેળવ્યા પછી.

બીજા દિવસે બન્નેએ ધાર્મિક સામાજિક વિધિ કરી હતી. આ દંપતીએ ગયા ઓક્ટોબર મહિનામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ કોરોના વાઈરસને કારણે સ્થિતિ વણસવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં એ કાર્યક્રમ મુલત્વી રાખ્યો હતો. છેવટે ગયા ગુરુવારે બંનેએ સિટી મેરેજ બ્યુરોમાંથી મેરેજ લાયસન્સ મેળવ્યા પછી શુક્રવારે ધાર્મિક સામાજિક વિધિ અને સગાં-મિત્રોના મિલનના કાર્યક્રમ માટે બ્યુરોમાં પાછાં આવવાનું નક્કી કર્યું હતું. પરંતુ ન્યુયોર્કનાં મેયર બિલ ધ બ્લારિયોએ કોરોના વાઈરસનાં રોગચાળાને કારણે બ્યુરો બેમુદત બંધ રાખવાની જાહેરાત કરતાં એ દંપતી માટે મુશ્કેલી સર્જાઈ હતી.

રેલી જેનિંગ્સ અને અમાન્ડ વ્હિલરે તેમના મિત્ર મેટ વિલ્સનની મદદ લીધી હતી. તેમણે મેનહટનના વોશિંગ્ટન હાઈટ્સનાં પડોશનાં વિસ્તારમાં વિલ્સનના ઘરની બહારના રસ્તા પર ગોઠવણ કરી હતી. વિલ્સને ઘરની બારીની બહાર ઝૂકીને લગ્નની શપથવિધિના શબ્દો ઉચ્ચાર્યા અને બધી ઔપચારિકતા પુરી કરી હતી. એ વખતે નવદંપતી રસ્તા પર ઉભું હતું.

એ બપોરે મિત્ર વિલ્સને મોબાઈલ ફોન પર મેસેજ કર્યો કે ન્યુ યોર્કનાં કાઉન્ટી ક્લર્કે તેને લગ્નમાં પાદરીની કામગીરીની પરવાનગી આપી છે અને તેને મેસેજ કરીને પુછ્યું કે આવતા 24 કલાકમાં અમારા લગ્ન કરાવવા વિશે શો વિચાર છે. તેણે હા પાડી અમે પૂછ્યું કે આવતી 90 મીનીટમાં શક્ય છે. અને બન્ને વર્ક મીટીંગ પૂરી કરીને તૈયાર થઇ ગયાં ને થોડાં ફૂલ લઇને વિલ્સનના અપાર્ટમેન્ટની દિશામાં આગળ વધ્યાં ત્યારપછીની ઘટના ન્યૂયોર્કમાં ફક્ત બહુચર્ચિત જ નહીં, ઐતિહાસિક પણ બની.


Loading...
Advertisement