ગરીબો-જરૂરતમંદોને ભોજન માટે યોજના: દરરોજ બે વખત સ્થિતિની સમીક્ષા: વિજય રૂપાણી

25 March 2020 12:20 PM
Rajkot Gujarat
  • ગરીબો-જરૂરતમંદોને ભોજન માટે યોજના: દરરોજ બે વખત સ્થિતિની સમીક્ષા: વિજય રૂપાણી

ખાનગી તબિબોને માનદ્ સેવા આપવા આગળ આવવા આરોગ્ય સચિવનો અનુરોધ

રાજકોટ તા.25
રાજયભરમાં લોક હાઉનની સ્થિતિ વચ્ચે ખાસ કરીને ગરીબો જરૂરીયાત મંદોને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે રાજય સરકારે યોજના બનાવા અમલમાં મુકી દીધી છે. તેની દિવસમાં બે વખત સમીક્ષા કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

કોરોના મહામારીના સંક્રમણને પગલે દેશભરમાં ભયનો માહોલ જોવા મળે છે અને રાષ્ટ્રને ગઈકાલથી લોકડાઉન કરવામાં આવ્યું છે. તેવા સમયે ગુજરાતમાં મુક્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ અમ ત્રણ વ્યકિતની એક કોર કમીટીની રચના કરવામાં આવી છે. જેઓ રોજ બરોજની ઘટનાઓ પર નજર રાખશે અને દિવસના બે વખત બુલેટીન આપી તેના પર સમીક્ષા કરશે.

રાજયભરમાં ચાલતા લોકડાઉનના પગલે જયારે લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તેવા સમયે લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ સેવાઓ સરળતાથી મળી રહેશે. તેવું આશ્વાસન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકોને રોજબરોજની અતિ ઉપયોગી વસ્તુઓ જેવી કે શાક, દુધ, દવા, તેમજ આરોગ્ય, નાણાકીય લેવડદેવડ જેવી સમસ્યા નડે નહીં તે માટે 1600 અમુલ પાર્લર, 64 શાક માર્કેટમાં રાજયભરમાં ખુલી છે. સાથે તમામ બેંકો, હોસ્પીટલો, દવાખાના, મેડીકલ સ્ટોરો પણ ચાલુ રાખવા મંજુરી આપવામાં આવી છે.

વળી ખાસ કરીને કોઈ પણ ગરીબો કે જરૂરીયાત મંદ લોકો ભોજનથી વંચીત રહે નહીં તે માટે રાજય સરકારે સામાજીક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ખાસ યોજના અમલમાં મુકી છે જેના દ્વારા તમામ વંચીતો ગરીબો જરૂરીયાત મંદોને બે ટંક ભોજન અને દિવસભર નાસ્તા પાણી માટે ફુડ પેકેટનું વિતરણ થતું રહેશે.

રાજયમાં કોરોનાની પરિસ્થિતિ પર નજર રાખતી કોર કમીટી દિવસમાં બે વાર બહાર પડતા બુલેટીન પર સમીક્ષા કરી રાજયભરના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી પગલા લેતું રહેશે.

આ સમયે રાજયના મુખ્ય આરોગ્ય સચિવ જેન્તી રવિએ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ વધવાની શકયતાને ધ્યાને લઈ ખાનગી તબીબોના માનદ સેવા આપવા માટે આગળ આવવા અનુરોધ કરી તે માટે કલેકટર કે જીલ્લાના અન્ય સક્ષમ અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે.


Loading...
Advertisement