પાટનગર ગાંધીનગરમાં 4 કોરોના પોઝીટીવ દર્દીઓ સામે ફરિયાદ

25 March 2020 11:43 AM
Ahmedabad Gujarat
  • પાટનગર ગાંધીનગરમાં 4 કોરોના પોઝીટીવ દર્દીઓ સામે ફરિયાદ

ગુજરાતમાં પ્રથમ ઘટના : કોરોનાની માહિતી છુપાવવા બદલ કડક કાર્યવાહી

ગાંધીનગર તા.25
પાટનગર ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ સામે પહેલી ફરિયાદ નોંધાઇ છે. કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો હોવા છતાં ચાર લોકોએ માહિતી છુપાવી હતી. જેથી મેડિકલ ઓફિસરે કોરોના વાયરસના ચાર પોઝિટિવ દર્દીઓ સામે સેક્ટર 21માં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આ ચારેય લોકોએ પોઝિટિવ કેસ હોવા છતાં માહિતી છુપાવતા ગાંધીનગરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. તો પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે અને દર્દીઓ સાજા થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસે ખાતરી આપી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત આ વ્યક્તિઓ અને તેમના પરિવાર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી ન હતી. તેથી ફરિયાદમાં આ ચાર શખ્સોના નામ આવ્યા છે. આ ચારેય લોકો આ બિમારીથી પીડાય છે. આ સાજા થશે ત્યાર બાદ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, આવા કોઇપણ સંક્રમિત વ્યક્તિએ સાચી માહતી આપવી જોઇએ.


Loading...
Advertisement