પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતા નવ આરોપીઓ ઝડપાયા

25 March 2020 11:17 AM
Veraval
  • પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતા નવ આરોપીઓ ઝડપાયા

37250ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધ્યો

વેરાવળ તા.25
વિશ્ર્વ લેવલે કોરોના નામના વાઈરસે વિશ્ર્વમાં હાહાકાર મચાવેલ હોય અને સમગ્ર ગુજરાતમાં આ વાયરસે પગ પેસારો કરેલ હોય અને આ કોરોના વાયરસ માનવ સ્પર્શથી ફેલાતો રોગ હોય અને આ રોગ માનવ જીવન માટે ખુબજ જોખમકારક હોય જેથી આ રોગને ફેલાતો અંકુશમાં લેવા ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા તા.24/3 તા.31/3 સુધી લોકડાઉન જાહેર કરેલ હોય તથા જીલ્લા કલેકટર ગીર સોમનાથ દ્વારા જાહેરનામુ બહાર પાડેલ છે.
જે સબબ કાયદો વ્યવસ્થા અને જાહેરનામાની સખ્ત અમલવારી કરાવવા સારૂ પોલીસ મહા નિરીક્ષક મનીન્દર પાવાર જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિ. અમીત વસાવા સા. વેરાવળ વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. જી.એમ. રાઠવા, તથા પો.સ.ઈ. ડી.જે. કડછા એએસઆઈ નંદલાલ નાનજીભાઈ તથા પો.હે.કો. હેમંતભાઈ પુનાભાઈ તથા ભરતભાઈ ઠાકરશીભાઈ તથા પો.હે.કો. એસ.એચ. સાંઘ પો.કો. મનોજગીરી દીલીપગીરી તથા તુષારભાઈ હરીઓમભાઈ તથા દીપકભાઈ બાબુભાઈ વિગેરે સ્ટાફના માણસો સાથે શિવ પોલીસ ચોકી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન પો.હે.કો. હેમંતભાઈ પુનાભાઈને મળેલ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ ટાઉન વિસ્તારમાં જાહેરમાં આરોપીઓ પ્રવિણભાઈ કાળાભાઈ વાજા, રમેશભાઈ કાળાભાઈ ગઢીયા, દેવાભાઈ કાળાભાઈ ગઢીયા, સરમણભાઈ કાળાભાઈ વાજા, જેસલભાઈ ભીખાભાઈ ગઢીયા, ધીરૂભાઈ દેવાભાઈ ગઢીયા, અરવિંદભાઈ કાળાભાઈ બાંભણીયા, ભરતભાઈ હીરાભાઈ ગઢીયા, યોગેશભાઈ ડાયાભાઈ બાંભણીયા રહે. તમામ પ્ર.પાટણ વાળાને રોકડા રૂપિયા 37250ના મુદામાલ તથા ગંજીપાના સાહિત્ય સાથે પકડાઈ જતા તમામ આરોપીઓ સામે જુગારધારા તથા જાહેરનામા ભંગ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.


Loading...
Advertisement