અમરેલી જિલ્લામાં લોકડાઉન હોવા છતાં દુકાનો ખુલ્લી રાખનાર છ વેપારીઓ સામે ગુનો દાખલ

25 March 2020 11:14 AM
Amreli
  • અમરેલી જિલ્લામાં લોકડાઉન હોવા છતાં દુકાનો ખુલ્લી રાખનાર છ વેપારીઓ સામે ગુનો દાખલ

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચનાર વેપારી સિવાયનાં અન્ય વેપારીઓ સામે કડક કાર્યવાહી

(મિલાપ રૂપારેલ),અમરેલી,તા. 25
અમરેલી જિલ્લામાં ગત તા. 22થી કોરોના સામે લડવા માટે થઇ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેમાં જીવન જરુરિયાત વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા માટેનાં હુકમો થયા છે. તેમ છતાં જીવન જરુરિયાત સવિાયની વસ્તુઓ વેંચતા વેપારીઓ તથા હીરાનાં કારખાનેદારો પોતાનાં ધંધા રોજગાર ચાલુ રાખ જિલ્લા મેજીસ્ટ્રેટનાં હુકમનો અનાદર કરતાં આવા દુકાનો, કારખાના ખોલનારા વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ઉપર આવેલ મનમંદિરમાં હીરાનાં કારખાના ધરાવતા શ્રી હરી હીરાના કારખાનાના મેનેજર હસમુખભાઈ નાનજીભાઈ ભુંગલીયા તથા તે જ કોમ્પ્લેક્ષમાં શિવ ડાયમંડ નામનું હીરાનું કારખાનુ ધરાવતા જગદીશભાઈ મગનભાઈ ગોપાલકા સામે જાહેરનામા ભંગ કરવા સબબ ધી એવપેડેમીક એક્ટ-3 તથા આઈપીસી 269, 270, 188 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત સાવરકુંડલા ગામે સોહમ ફર્નિચરની દુકાન ધરાવતાં રમેશભાઈ નારણભાઈ મકવાણાએ પોતાની દુકાન ખુલ્લી રાખી વેપાર ધંધો કરતાં અને કલર કામ માટે વપરાતાં સ્પ્રે કરી જાહેર આરોગ્ય લોકોની સુખાકારી જળવાઈ તેવી વ્યવસ્થા ન રાખતાં તેમની સામેપણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સાવરકુંડલા ગામે જનતાબાગ સામે આદીત્ય પાન નામની દુકાન ધરાવતા કિશોરભાઈ અનકભાઈ ખુમાણે પણ પોતાની દુકાન ખુલ્લી રાખી પાન-મસાલા બીડી તમાકુનો વેપાર કરી તથા કચરા પેટીની કોઇ વ્યવસ્થા રાખેલ ન હોય તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે.
અમરેલી શહેરમાં નકળંગ ચાની દુકાન ધરાવતા સામતભાઈ અરજણભાઈ ચાચડાને પણ ચાની દુકાન ખુલ્લી રાખવા તથા જાહેરમાં ગંદકી કરવા સબબ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાયેલ છે.
જ્યારે રાજુલા રેલવે સ્ટેશન પાસે પારસ ટી નામની દુકાન ખુલ્લી રાખી વેપાર-ધંધા શરુ રાખી દુકાન પાસે જાહેરમાં ગંદુ પાણી ભુકી નાંખી તથા જાહેરમાં કપ-રકાબી સાફ કરી જાહેરનામા ભંગ કરવા તેમની સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આમ એક જ દિવસમાં જિલ્લામાં 6 જેટલી પોલીસ ફરિયાદ જે તે વેપારીઓ સામે નોંધવમાં આવેલ છે. જેને લઇ અન્ય વેપારીઓ પણ કોરોના સામેની લડાઇમાં સહકાર આપે તથા જીવન જરુરિયાત સિવાયની દુકાનો બંધ રાખે તેવો દાખલો વેપારની ફરિયાદ નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement