ગીર-સોમનાથ જિલ્લામાં જાહેરનામા ભંગ કરતા 45 આસામીઓ સામે કાર્યવાહી

25 March 2020 11:13 AM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લામાં જાહેરનામા ભંગ કરતા 45 આસામીઓ સામે કાર્યવાહી
  • ગીર-સોમનાથ જિલ્લામાં જાહેરનામા ભંગ કરતા 45 આસામીઓ સામે કાર્યવાહી

સરકારની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરતી પોલીસ

વેરાવળ તા.25
ગીર સોમનાથ જીલ્લામમાં જાહેરનામા ભંગ બદલ 4પ લોકો સામે 9 જેટલા જાહેરનામાના ભંગના ગુન્હાઓ નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.
રાજયમાં જાહેર થયેલા લોકડાઉનની ગીર સોમનાથ જીલ્લા માં ચુસ્તાપણે અમલવારી કરાવવા અંગે પોલીસ તંત્રએ કરેલ કાર્યવાહીની માહિતી આપતા જીલ્લામ પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ જણાવેલ કે, જીલ્લાની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવેલ છે સાથે જીલ્લામના છ શહેરમાં પ્રવેશવાના અને બહાર નિકળવા સહિતના મુખ્ય રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી બેરીકેટીંગ કરવામાં આવેલ છે. આ તમામ ચેક પોસ્ટોત પર રાઉન્ડ્ ઘ કલોક પોલીસ સ્ટાીફ તૈનાત કરી દેવાયેલ છે. આજે દિવસ દરમ્યા ન કામ વગર ખોટા બ્હાના સાથે લટાર મારવા નિકળેલા લોકો સામે જાહેરનામા ભંગની કડક કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર અને ઉનામાં કુલ 4પ લોકો વિરૂઘ્ઘા જાહેરનામા ભંગ બદલ આઇ.પી.સી. કલમ ર69 તથા 188 મુજબ ગુન્હો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.
વર્તમાન પરિસ્રિા તિમાં જીલ્લા9માં જો કોઇ ઇસમો સોશ્યલ મીડિયામાં ખોટી અફવા ફેલાવાશે તો તેઓની ખેર રહેશે નહીં. કારણ કે, જીલ્લાોમાં શાંતિ જળવાય રહે અને સોશ્યલ મીડીયામાં ફેલાતી ખોટી અફવાઓ રોકવા જીલ્લાંમાં સાયબર સેલની ત્રણ ટીમો સતત દેખરેખ રાખી રહી છે. જો કોઇ અફવા ફેલાતો જણાશે તો તેવા ઇસમો સામે આઇ.ટી. એકટ અને એમપીડેકટ મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જીલ્લાલમાં લોકોએ સરકારની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી ઘરમાં રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ છે. જો કોઇને કંઇ સમસ્યા હોય તો સ્થારનીક પોલીસનો સંપર્ક કરવો જેથી સ્ટાબફ તેમની મદદ કરશે તેવી સુચના આપવામાં આવી છે.


Loading...
Advertisement