વેરાવળ-ઉનામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ વ્યકિતઓ : નેગેટીવ રીપોર્ટ આવ્યા

25 March 2020 11:12 AM
Veraval
  • વેરાવળ-ઉનામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ વ્યકિતઓ : નેગેટીવ રીપોર્ટ આવ્યા

શાકભાજી-કરીયાણાની દુકાનો ખુલ્લી : બજારો સૂમસામ

વેરાવળ તા.25
કોરોના વાયરસના વઘી રહેલા પ્રવાહ વચ્ચે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને ઉનામાંથી વઘુ એક-એક શંકાસ્પીદ કેસો ગઇ કાલે બહાર આવ્યાળ છે. આ બંન્નેવના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. જયારે વેરાવળના ર8 વર્ષીય યુવકના મોકલાયેલ નમુનાનો નેગેટીવ રીપોર્ટ આવ્યોં છે.
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણન અટકાવવા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ વિદેશથી આવેલા પ્રવાસીઓના આરોગ્યની નિયમિત તપાસ કરી રહી છે. જીલ્લામાં વઘુ ર0 હોમ ક્વોરોન્ટાઈન પેસેન્જરોને નિરિક્ષણ હેઠળ રખાયા છે. જીલ્લા માં અત્યાર સુધી કુલ 147 હોમ ક્વોરોન્ટાઈન પેસેન્જર છે. વેરાવળ અને ઉનાના એક-એક શખ્સયમાં કોરોના વાયરસના શંકાસ્પાદ લક્ષણો જણાતા બંન્ને.ને સારવાર અર્થે ખાસ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાપ હતા. આ બંન્નેપ લોકોના લોહીના નમુના લઇ પરીક્ષણ અર્થે ભાવનગર મેડીકલ કોલેજની લેબમાં મોકલવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં આરોગ્ય ટીમ દ્રારા 19 હજારથી વધુ લોકોના આરોગ્યની ઘરે ઘરે જઇ તપાસ કરવામાં આવી હોવાનું ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવરએ જણાવેલ છે.
કોરોના વાયરસના ચેપથી લોકોને બચાવવા જાહેર થયેલ લોકડાઉનના પગલે વેરાવળ-સોમનાથ શહેર-પંથકના રસ્તોઓ, બજારો સુમસામ બન્યાવ હતા. જો કે, શહેરમાં શાકભાજી, પ્રોવિઝન, મેડીકલ જેવી આવશ્ય-ક ચીજ-વસ્તુાઓની દુકાનો ખુલી રહેલ જયારે આ સિવાયની તમામ દુકાનો અને બજારો બંઘ રહી હતી. તો નગરપાલીકા તંત્રએ પણ સફાઇ કામ કરાવ્યુ હતું. આજે દિવસ દરમ્યા ન પ્રાંત અઘિકારી, મામલતદાર અને ચીફ ઓફીસર સહિતના અઘિકારીઓ લોકડાઉન ના અમલ સંદર્ભે બજારોમાં પગપાળા ફર્યા હતા અને જગવિખ્યાતત યાત્રાઘામ સોમનાથમાં પણ સજજડ બંઘ રહેલ હતું.
આમ, જોડીયા શહેરમાં લોકડાઉની અમલવારી અંગે તંત્રની ચુસ્ત અમલવારીના કારણે લોકો ઘરમાં રહયા હતા. લોકડાઉન સંદર્ભે જોડીયા શહેરમાં ઠેર-ઠેર ચુસ્તવ પોલીસ બંદોબસ્તર તૈનાત કરી ચેકીંગ કરવામાં આવી રહેલ હતું જેના કારણે કામ વગર લટાર મારવા નિકળતા લોકો પોલીસના હાથે દંડકીય કાર્યવાહીનો ભોગ બન્યો હતા.


Loading...
Advertisement