જૂનાગઢમાં જાહેરનામુ હોવા છતાં અનેક સ્થળે લોકોના ટોળેટોળા : જનતા હજુ ગંભીરતા લેતી નથી

25 March 2020 11:10 AM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં જાહેરનામુ હોવા છતાં અનેક સ્થળે લોકોના ટોળેટોળા : જનતા હજુ ગંભીરતા લેતી નથી

માત્ર દુકાનો જ બંધ : વાહન-વ્યવહાર પર વીડિયોગ્રાફી શરૂ

જૂનાગઢ,તા. 25
લોકડાઉન 31 માર્ચ સુધી ગુજરાત સહિત જૂનાગઢમાં પ્રતિબંધ લાદવામાં આવેલ હોવા છતાં જૂનાગઢ મહાનગરમાં ખુલ્લેઆમ ભંગ જોવા મળી રહ્યો છે.
પોલીસ વહીવટી તંત્ર ખડેપગે દરેક ચોક, પોઇન્ટ ઉપર ખડેપગે નાકામાં ઉભી છે પરંતુ જેને સમજવું જ નથી તેવા લોકો કોઇને કોઇ બહાને નીકળતા જ રહે છે. પ્રજા પોલીસ કે કાયદાને સહકાર આપતી નથી. ખુલ્લેઆમ લોકડાઉનના ચીથરા ઉડાડી રહી છે. કાર મોટર સાયકલો, મોપેડ લઇને આરામથી નીકળતા જોવા મળે છે. પોલીસ રોકે ત્યારે કોઇના કોઇ બહાના છાશ, દૂધ, દવા, લોટ, કરીયાણું લેવાના બહાને નીકળી પડે છે. ઘરમાં રહેવા તૈયાર નથી તેવા લોકો કોરોના વાઈરસની ગંભીરતા સમજતા નથી. ગામોથી આવી પાછલા બારણેથી ખરીદી કરીનેે ખુલ્લેઆમ મોટર સાઈકલમાં માલ બાંધીને જતા જોવા મળે છે. પોલીસ કોઇ કડક કાર્યવાહી કરે તો વીડિયો વાયરલ કરી ઉચ્ચ અધિકારીઓને પહોંચાડે છે જેથી ઉચ્ચ અધિકારી કડક હાથે કામ ન કરવા લાઠી ન ઉપાડવાની સૂચના નીચલા અધિકારીઓ જેમાં રોડ રસ્તાવચ્ચે કામ કરી રહ્યા છે તેને સૂચના આપતા પોલીસના હાથ હેઠા પડીગયા જોવા મળે છે. માત્ર દુકાનો જ બંધ રાખવામાં આવી છે.
આવા લેભાગુ તત્વોને ઉઠબેસ કરાવી સજા આપવામાં આવે અથવા તેમના વાહન ડીટેઇન કરી પગલા ભરવાની જરુરતજૂનાગઢમાં જોવા મળી રહી છે. મહિલાઓ પણ પાછળ રહેવા માગતી ન હોય તેમ તે પણ સ્કૂટી લઇને કોઇના કોઇ બહાને નીકળી પડે છે. મોતીબાગ-મધુરમ-બાયપાસ, એમજી રોડ, બસ સ્ટેશન રોડ, ગાંધી ચોક, ચિતાખાના ચોક,સુખનાથ ચોક, ઢાલ રોડ, રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય રસ્તાઓ ઉપર ચાલુ દિવસની જેમ ભરબપોરના વાહનોની કતારો જોવા મળી રહી છે. સોસાયટી વિસ્તારોની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે. લોકોને ઘરમાં રહેવું જ નથી. બહાર રોડ પર ટલ્લા મારવા ઓટલા પરિષદ ભરીને બેઠા જોવા મળે છે. આવા લોકો માટે પેરામીલ્ટ્રી મુકાય તો જ સરકારે હાથ ધરેલા પગલાની અસર થઇ શકે. લાતો કે દેવ બાતોથી માને તેમ ન હોય તેવું જોવા મળે છે.એક નાનકડી કોઇ વ્યક્તિની ભુલ આવા સમાજને સહન કરવું પડે તેવી હાલત જૂનાગઢમાં ઉભી થવા પામે છે તંત્ર ખડેપગે કામ કરે છે. પોલીસ રોડ પર રાત દિવસ ઉભી છે પરંતુ જે લોકોને સમજવું જ નથી તેનો ભોગ આવતા દિવસોમાં નિર્દોષ બની જાય. તે ખાસ જોવાનું રહ્યું છે કે અન્ય કોર્પોરેશનો શહેરોમાં લોકડાઉનનો કડક અમલ થઇ રહ્યો છે તો જૂનાગઢમાં કેમ ન થઇ શકે તે સવાલ ઉઠી રહ્યા છે.


Loading...
Advertisement