ભાવનગરમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ચીખલી ગેંગ ઝડપાઇ : 21 ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ

25 March 2020 11:07 AM
Bhavnagar
  • ભાવનગરમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ચીખલી ગેંગ ઝડપાઇ : 21 ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ

ચોરી કરવાના સાધનો કબ્જે લઇ રીમાન્ડની તજવીજ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.25
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભરતનગર રીંગરોડ રેડચીલી રેસ્ટોરન્ટ સામેથી એક ગ્રે કલરની મારૂતી ફ્રન્ટી કાર નં.જી.જે.01 એચ.સી. 6119 મળી આવેલ અને તેના ચાલક જેલસીંગ ઉર્ફે જેલુ સીંગ સોરણસીંગ રણજીતસીંગ અંદ્રેલે રહે.મોટા શીતળામાતાના મંદીર સામે ચાઇનાનગર ભાવનગર વાળો હોવાનુ જણાવેલ તેની અંગ ઝડતી લેતા રોકડ રકમ રૂ.28,000/-તથા ઘરફોડ ચોરીઓ કરી તેમાથી નાણા મળેલ અને તે પૈસાની મારૂતી ફ્રન્ટી કાર નં.જી.જે.01 એચ.સી. 6119 ની ખરીદ કરેલ તે કાર તેમજ કાર માથી ઘરફોડ ચોરી કરવાના સાધનો એક લોખંડનો ગણેશીયો,બે મોટા પેચીયા,એક કેસરી કલરની પાઇપ સાથેનું ગેસ કટર,એક આરી પાનુ,એક પક્કડ,એક કાળા કલરની બેટરી,એક જુનુ પોપટ પાનુ,એક વાંદરી પાનુ,એક ફરશી મળી આવેલ,જીયો કંપનીનો મોબાઇલ ફોન તેમજ ચંદાકોર સોરણસીંગ રણજીતસીંગ અંદ્રેલે રહે.મોટા શીતળામાતાના મંદીર સામે ચાઇનાનગર ભાવનગર વાળીના કબ્જા માથી એક ચાંદીનો ઢાળીયો,કિ.રૂ.1200/- એક ચાંદીનો ઢાળીયો,કિ.રૂ.1000/- તથા સોનુસીંગ ગુરૂદેવસીંગ પ્રેમસીંગ અંદ્રેલ,રહે.કીશનવાડી વડોદરા વાળા પાસેથી સોનાનો ઢાળીયો કિ.રૂ.10000/- ,સોનાનો ઢાળીયો કિ.રૂ.37000/- ,સોનાનો ઢાળીયો,કિ.રૂ. 15000/- ,સોનાનો ઢાળીયો,કિ.રૂ.21800/-
સોનાની બંગડી નંગ-04 કિ.રૂ.60000/- ,સોનાના પાટલા નંગ-02 કિ.રૂ 40000/- મળી કુલ રૂપીયા 2,56,910 નો મુદ્દામાલ મળી આવેલ જે તમામ મુદ્દામાલના બીલ તેમજ આધાર પુરાવા માંગતા તેઓની પાસે નહિ હોવાનુ જણાવેલ હોય જેથી સદરહુ મુદ્દામાલ ચોરીની શક પડતી મીલ્કત ગણી સી.આર.પી.સી. કલમ -102 મુજબ કબ્જે કરવામા આવેલ છે. અને મજકુર ત્રણેય ઇસમોને ઘોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે ભાવનગર ભરતનગર પો.સ્ટે. સોપી આપેલ છે. આરોપીઓની યુકતિ પ્રયુકતિથી આગવી ઢબે પુછપરછ કરતા તેઓએ ભાવનગર અને ટાળાજામાં કુલ 21 ઘરફોડ ચોરીના ગુન્હાઓની કબુલાત કરેલ છે.


Loading...
Advertisement