ગીર સોમનાથ જિલ્લામાં 147 વ્યકિતઓ હોમ કવોરેન્ટાઇન : તમામની આરોગ્ય તપાસ

25 March 2020 11:06 AM
Veraval
  • ગીર સોમનાથ જિલ્લામાં 147 વ્યકિતઓ હોમ કવોરેન્ટાઇન : તમામની આરોગ્ય તપાસ

કવોરન્ટાઇન થયેલ વ્યકિતઓના સંપર્કમાં નહી આવવા અપીલ

પ્રભાસ પાટણ તા.25
કોરોના વાયરસને અટકાવવા માટે ગીર સોમનાથ જિલ્લામાં કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્રારા વિદેશી પેસેન્જરની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ ન ફેલાય અને સાવચેતી માટે વહીવટી તંત્ર હંમેશા કાર્યશીલ રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ 20 હોમ ક્વોરોન્ટાઈન પેસેન્જરને નિરિક્ષણ હેઠળ રખાયા છે. અને અત્યાર સુધી કુલ 147 હોમ ક્વોરોન્ટાઈન પેસેન્જર છે.
આજે આઈસોલેશનમાં 2 દર્દીને રાખવાની સાથે કુલ 6 દર્દીઓ છે. આઈસોલેશનમાં રાખેલા 2 દર્દીઓના સેમ્પલ મોકલી આપવામાં આવેલ છે. અને 1 દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે. આઈસોલેશન માંથી 4 દર્દીઓને રજા આપવામાં આવેલ છે.
6 બેડની આઈસોલેશન સુવિધા વાળી આઇસીયુ સાથે સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત છે. હાલમાં 6 શંકાસ્પદ દર્દી દાખલ થયેલ છે. અત્યાર સુધીમાં કુલ 6 સેમ્પલ લીધેલા છે. જેમાંથી 5 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવેલ છે અને 1 દર્દીનો રિપોર્ટ આવવાના બાકી છે. 22 પેસેન્જરોએ હોમ ક્વોરોન્ટાઈન પુર્ણ કરેલ છે. આઈસોલેશનમાં 1 અર્બન વિસ્તારનોદર્દી અને 5 શહેર વિસ્તારના દર્દી અત્યાર સુધી સારવાર લીધેલ છે. 2 દર્દી સારવાર હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લામા ઘરે ઘરે જઈ આરોગ્ય ટીમ દ્રારા 19 હજારથી વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ અભિયાન કાર્યરત છે.
ગીર સોમનાથ જિલ્લામાં તમામ સરપંચશ્રી અને તલાટીઓને કોરોના વાયરસ અંગે માહિતગાર કરવામાં આવેલ છે જેથી તેઓ આ વાયરસ અંગે લોકોમાં સાવચેતી અને જાગૃતિ ફેલાવશે. મેડિકલ સ્ટાફ તથા આશા બહેનોને તાલીમબધ્ધ કરી હોમ ટુ હોમની કામગીરી કરવામાં આવેલ છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ ખાતે ફ્લુ ઓપીડી અલગથી શરુ કરવામાં આવેલ છે. 7 હોર્ડિંગ, 15 બેનરો, 50 હજાર પત્રિકા, 5 હજાર સ્ટીકરો અને ટીવી સ્કોલીંગના માધ્યમથી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. અને ખાનગી તબીબો પાસેથી પણ કોરોના વાયરસના શંકાસ્પ્દ દર્દીઓની વિગતો મેળવવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement