ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ : કુલ 38

25 March 2020 10:56 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ : કુલ 38

ગઇકાલે સાંજે રાજકોટમાં બે પોઝિટિવ બાદ આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં એક - એક કેસ નોંધાયા▪ હોમ કવોરન્ટાઈન તોડવા બદલ ૧૪૭ સામે ગુનો નોંધાયો

ગાંધીનગર : આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ રાજ્યમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ વિશે માહિતી આપતા જણાવ્યું કે આજે સમગ્ર રાજ્યમાં કુલ ૩ નવા કેસ નોંધાયા છે.

અમદાવાદ, સુરત અને વડોદરામાં એક - એક પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી અમદાવાદમાં વ્યક્તિ દુબઈથી આવ્યા હતા અને વડોદરા - સુરતમાં બન્ને લોકોને લોકલ ટ્રાન્સમિશન (સામાજિક ચેપ)ના કારણે હોવાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત હોમ કવોરન્ટાઈન તોડવા બદલ રાજ્યમાં ૧૪૭ લોકો સામે ગુનો નોંધાયો છે.

કુલ કેસ :
▪અમદાવાદ : ૧૪
▪વડોદરા તથા સુરત: ૭
▪ગાંધીનગર : ૬
▪રાજકોટ : ૩
▪કચ્છ : ૧

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટમાં સાંજે ૭૫ વર્ષીય મહિલા અને ૩૬ વર્ષીય યુવાન ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી યુવાન દુબઈ થી પરત ફર્યો હતો અને મહિલા સામાજિક ચેપ હોવાનું બહાર આવ્યું હતું.


Loading...
Advertisement