ભાવનગરમાં એક દિવસમાં ત્રણ શંકાસ્પદ કોરોના : તમામનો નેગેટીવ રિપોર્ટ

25 March 2020 10:40 AM
Bhavnagar
  • ભાવનગરમાં એક દિવસમાં ત્રણ શંકાસ્પદ કોરોના : તમામનો નેગેટીવ રિપોર્ટ

ભાવનગર, તા. 25
ભાવનગરમાં કોરોના વાયરસ સામે વહીવટી તંત્ર દ્વારા તેમાંય તે આરોગ્ય વિભાગ દ્વારા જે પગલા લેવાઈ રહ્યા છે તે અંતર્ગત આરોગ્ય અધિકારી ડો. આર.કે. સિંહાએ જણાવ્યુંહતું કે છેલ્લા 24કલાકમાં ત્રણ કેસ આવેલ જે ત્રણેય નેગેટીવ
આવ્યા છે.
એકપણ કેસ પોઝીટીવ અત્યાર સુધી નથી આવ્યો. વખતોવખત સરકાર તરફથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા લોકોને વિનંતી કરાઈ હતી. શંકાસ્પદ દર્દીના રિપોર્ટ કરાવા ગઇકાલ સુધી જામનગર તથા અમદાવાદ મોકલવામાં આવતા પરંતુ હવે અહીં જ માત્ર છ કલાકમાં રિપોર્ટ મળે છે. લોકની જાણકારીઓ અને અવેરનેસ માટે દોઢ લાખ જેટલી પત્રિકાઓ તૈયાર કરી લગાડવામાં આવેલ છે, બેનરો, સ્ટીકરો આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement