અદાણી પોર્ટ પર જીવનજરૂરી ચીજ વસ્તુઓની જ આયાત-નિકાસ: બંદરિય સ્ટાફની આરોગ્યની તપાસ

25 March 2020 10:37 AM
kutch
  • અદાણી પોર્ટ પર જીવનજરૂરી ચીજ વસ્તુઓની જ આયાત-નિકાસ: બંદરિય સ્ટાફની આરોગ્યની તપાસ

અદાણી પોર્ટ કમાણી માટે લોકોની સેવા માટે ચાલુ રખાયું : ચીજ-વસ્તુની અછત નહિ થવા દેવા નિર્ણય

(રામ ગઢવી) મુંદ્રા,તા. 25
સરકારશ્રીની ગાઈડલાઈનનો અદાણી પોર્ટ હંમેશા પાલન કર્યો છે. તેવી અખબારી યાદી સાથે અધિકારીઓએ જણાવ્યું છે કે ભારત બંધના સમયમાં મુંદ્રા પોર્ટ ચાલુ છે. જેનો કારણ પણ છે કે અહીં બહારથી આવતી એસેન્સિલ વસ્તુઓ જેવી કે દવાઓ, અનાજ તથા દરરોજ ઘરમાં વપરાતી વસ્તુઓનો કામ ચાલે છે. જે બંધ થાશે. તો દેશને જ નુકસાન થાશે. જેના કારણે કામ ચાલે છે.
જ્યારે મુંદ્રા પાવર જે બંધ થાશે તો વીજળીની ખુટ પડશે અને વિલ મારમાં તેલ બનેલો જે બંધ થાશે તો તેલની પણ ખુટ પડી શકેછે.જ્યારેકામચાલે છે તે બંધી સેફટી અને સિક્યોરીટીની પુરી ધ્યાન રાખીને કામકરવામાં આવે છે. બધી જ જગ્યાએ હેન્ડ સેનિટાઈઝર પણ રાખેલ છે જેથી કામ કરતા તમામ લોકો સેફ કામ કરી શકે. સરકારના આદેશ મુજબ આ જરુરિયાત સર્વિસમાં આવે છે એટલે જ આ કંપનીમાં કામ ચાલુ છે.
બાકી બધા જ યુનિટ બંધ છે અને વધુમાં અદાણીના પ્રતિનિધિઓને સંપર્ક કરતા ત્યારે જણાવ્યું હતુંકે અદાણી પાવર, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટનો આવશ્યક સેવાઓમાં સમાવેશ થતો હોવાને કારણે સરકાર દ્વારા એકમોને વાઈરસ ન ફેલાય તેની તકેદારી અને સુરક્ષા માપદંડોના પાલન સાથે ચાલુ રહેવા દેવામાં આવ્યા છે. સરકારી નિયમોનુસાર બીજા એકમો હાલ પુરતા બંધ કરેલ છે.
વધુમાં અદાણીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન વગેરે લોકોની હંમેશા ચિંતા કરી છે. સરકારની સૂચનાનો હંમેશા પાલન કરી કરી અને કોઇપણ જાતની તકલીફ જનતા સાથે સરકારને ન થાય એના અનુસંધાને હંંમેશા તકેદારીના ભાગરુપે તકેદારીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે અને અદાણીનો હેતુ હંંમેશાલોકો સાથે ગામડાનો વિકાસ સાથે સર્વે સમાજમાં મદદરુપ થવું તે ઉપદેશ હંમેશા અદાણીનો હેતુ રહ્યો છે તેવો અદાણીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.


Loading...
Advertisement