રાજકોટમાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : કુલ 3

24 March 2020 07:30 PM
Rajkot Gujarat
  • રાજકોટમાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : કુલ 3

75 વર્ષીય મહિલા સરકારી હોસ્પિટલમાં દાખલ, 36 વર્ષના યુવાન શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ : મહિલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નહી જયારે યુવાન ચાર દિવસ પહેલા દુબઇથી આવ્યો

રાજકોટ, તા. 24
ગુજરાતમાં આજે સવારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આજના દિવસના કુલ 4 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

જેથી રાજ્યમાં હવે કુલ આંકડો 33 એ પહોંચી ગયો છે. આજે સુરત તથા ગાંધીનગરમાં 2-2 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ અત્યારે રાજકોટમાં બે કેસ કોરોના વાયરસ પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ગઇકાલે આ મહિલા દાખલ કરાયા હતા અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા અને તેનું રીઝર્ટ આજે પોઝીટીવ આવ્યું છે. આ મહિલાની કોઇપણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને સામાજિક ચેપ (લોકલ ટ્રાન્સમિશન) હોવાની ખબર પડી છે.

તેઓ શહેરના યાજ્ઞિક રોડ પાસે આવેલા જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડની ન્યુ કોલેજવાડી વિસ્તારમાં ચાર દિવસ પહેલા દુબઇથી આવેલ 36 વર્ષીય યુવાનને પણ કોરોના વાયરસ પોઝીટીવ થયો હોવાનું આજે બહાર આવ્યુ છે.

તેઓની સારવાર શહેરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. રાજકોટમાં હજુ પાંચ લોકોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે અને આ ઉપરાંત આજે 8માંથી 7ના સરકારી હોસ્પિટલમાં નેગેટીવ આવ્યા ત્યારે ત્રણ કેસ પ્રાઇવેટ હોસ્પિટલમાં નેગેટીવ આવ્યા હતા.


Loading...
Advertisement