કોરોનાની દવા અમેરિકાએ શોધી લીધી હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

24 March 2020 07:07 PM
World
  • કોરોનાની દવા અમેરિકાએ શોધી લીધી હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

કોરોના વાયરસે હાલ પુરા વિશ્ર્વમાં કહેર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની દવા બનાવવામાં અમેરિકા સફળ રહ્યું હોવાનો દાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજથી ન્યુયોર્ક અને અન્ય સ્થળોએ આ દવાનો ઉપયોગ થયાનો ઉલ્લેખ ટવીટમાં કર્યો છે.
ટવીટમાં ન્યુયોર્ક પોસ્ટના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ફલોરિડાના એક વ્યક્તિએ આ દવાથી ઠીક થયાનો દાવો પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે 21મી જાન્યુઆરીએ પોતાની એક ટવીટમાં કહ્યું હતું કે હાઈડ્રોકસીકલોકવીન અને એજીથ્રોમાઈસીનનું કોમ્બીનેશન મેડીસીનની દુનિયામાં મોટી ગેમ ચેન્જર સાબીત થઈ શકે છે.


Loading...
Advertisement