વુહાન કોરોના ફ્રી: જાહેર ટ્રાન્સપોર્ટ સહિતની સેવા ચાલુ

24 March 2020 05:20 PM
World
  • વુહાન કોરોના ફ્રી: જાહેર ટ્રાન્સપોર્ટ સહિતની સેવા ચાલુ

વિશ્વને કોરોનાની ભેટ આપનાર ચાઈનીઝ સીટી ફરી ધમધમવા લાગ્યું : શોપીંગ મોલ- વ્યાપાર ધંધા ધમધમવા લાગ્યા: દુનિયા કોરોના સામે લડે છે તો વાયરસને મહાત કરવામાં લોકડાઉન: સૌથી શ્રેષ્ઠ શસ્ત્ર સાબીત: પાંચ દિવસમાં એક પણ નવા કેસ નથી

વુહાન: કોરોના વાયરસના કારણે વિશ્ર્વભરમાં જાણીતા થયેલા ચીનના ઔદ્યોગીક શહેરને કોરોનાથી સલામત જાહેર કરી દેવામાં આવ્યું છે અને અહી વ્યાપાર-ધંધા પુન: શરૂ કરવામાં આવ્યા છે તો જાહેર ટ્રાન્સપોર્ટ પણ ફરી શરૂ કરી દેવામાં આવ્યુ છે. જો કે અહી વિમાની મથકે વિદેશથી આવેલા 39 લોકોને કોરોના પોઝીટીવ હોવાની જાહેરાત થતા જ તેઓને અલગ કરી દેવામાં આવ્યા છે. ચીનના માહોલ અધિકારીએ જાહેર કર્યુ છે કે ખુદને સ્વસ્થ મહેસૂસ કરનાર નાગરિક હવે જાહેરમાં મુક્ત રીતે ફરી શકે છે. બસ અને ઓટો સેવા પુન: શરૂ થઈ છે. તેઓને ફરી કામ પર જવા માટે જો કે તેના માલીકની મંજુરી જરૂરી હશે અને વુહાન બહાર હુબેઈ પ્રાંત જવા માટે તેનું મેડીકલ જરૂરી રહેશે. વિશ્ર્વમાં કોરોના પોઝીટીવનો સૌથી પ્રથમ કેસ વુહાનમાં જાહેર થયો હતો અને ફરી તા.23 જાન્યુ.થી સમગ્ર શહેર લોકડાઉન કરાયુ હતું અને અંદાજે 6 કરોડ લોકોને સતત ઘરમાં જ કેદ રખાયા હતા.
વુહાનમાં અગાઉથી કોરોનાગ્રસ્ત થયેલા નવ લોકોના મૃત્યુ નોંધાયા છે પણ અહી છેલ્લા પાંચ દિવસથી કોઈ નવા કેસ નોંધાયા નથી.
આ માસના પ્રારંભે જ વુહાનની મુલાકાત લીધી હતી. ચીનમાં હવે ફકત વિદેશથી આવી જ છે અને હવે તેને ડામવાની રણનીતિ છે. અહી નવા 39 નવા કેસ છે. જેમાં 10 શાંધાઈના છે. હવે બીજીંગમાં વિદેશી વિમાની સેવાને પ્રતિબંધ કરીને તેને અન્ય શહેરોમાં ગઈકાલે કરવામાં આવી છે અને તેના મેડીકલ કલીયરન્સ બાદ જ બીજીંગ જવા મંજુરી અપાશે. ચાઈનામાં 81000 કેસો છે અને મૃત્યુ આંક 7270 થયો છે.


Loading...
Advertisement