રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તા.31 સુધી બંધ

24 March 2020 05:08 PM
Rajkot Education Saurashtra
  • રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તા.31 સુધી બંધ

કોરોના સામે તકેદારી રાખવા અને મુખ્ય મથક નહીં છોડવા અધ્યાપકો અને કર્મચારીઓને કરાયેલ તાકીદ

રાજકોટ તા.24
કોરોનાએ મારેલા ફુફાડા સામે સાવચેતીના પગલા રૂપે ગુજરાતે સરકાર દ્વારા તા.31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છ જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. તા.31 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.ના રજિસ્ટ્રાર પરમારે જણાવેલ છે કે કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે તા.31 સુધી યુનિ. સ્થિત વિવિધ વિભાગો, ભવનો, સેન્ટર્સ, ચેર્સ, હોસ્ટેલની શૈક્ષણિક વહીવટી અને સંશોધનની તમામ કામગીરી બંધ રહેશે.

ઉપરોકત સમયગાળા દરમિયાન યુનિ.ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે યુનિ. ખાતે આવવાનું ટાળવા તેમજ પોતાના રહેઠાણે રહી કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તેની તકેદારી રાખવા તાકીદ કરાયેલ છે.

આ ઉપરાંત યુનિ.ના તમામ સ્ટાફે ફરજ પરનું મુખ્ય મથક છોડવાનું રહેશે નહીં તેવું પણ આ અંગે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ઈશ્યુ કરાયેલ પરિપત્રમાં જણાવેલ છે.


Loading...
Advertisement