આવકવેરા તથા જીએસટી રિટર્ન ભરવાની મુદત 30 જૂન સુધી લંબાવાઈ

24 March 2020 04:38 PM
Rajkot Business India
  • આવકવેરા તથા જીએસટી રિટર્ન ભરવાની મુદત 30 જૂન સુધી લંબાવાઈ

▪ કોરોનાના કારણે વ્યાપાર-ઉદ્યોગ ઠપ્પ થતા સરકારે રિટર્ન ફાઈલીંગ સહિતની જોગવાઈઓમાં રાહત આપી ▪ આઈટી રિટર્ન વિલંબથી ફાઈલ થાય તો વ્યાજ 12 ટકાને બદલે 9 ટકા ▪ માર્ચ-એપ્રિલ-મેના રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તા.30 જૂન કરાઈ ▪આગામી ત્રણ માસ કોઈપણ બેન્કના એટીએમમાંથી નાણાં ઉપાડવામાં ચાર્જ નહી લાગે ▪તૂર્તમાં આર્થિક પેકેજ જાહે૨ ક૨ાશે ▪બેંકોમાં મીનીમમ બેલેન્સનો ચાર્જ નહી લાગે

નવી દિલ્હી તા.24
દેશમાં કોરોનાના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં વ્યાપાર-ધંધાને પણ જબરો ફટકો પડયો છે અને હજુ આ પરિસ્થિતિ કયારે યોગ્ય થશે તે પણ પ્રશ્ન છે તે વચ્ચે આજે નાણામંત્રી નિર્મલા સીતારામને વ્યાપાર-ઉદ્યોગ તથા વ્યક્તિગત કરદાતાઓને રાહત આપતા આવકવેરા રિટર્ન, વિવાદ સે વિશ્ર્વાસ યોજના અને આધાર અને પાનકાર્ડ લીન્ક કરવા માટેની જે આખરી તા.31 માર્ચ હતી તે વધારીને તા.30 જૂન કરી છે.

નાણામંત્રીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવકવેરા એક વેલ્થ ટેકસ એકટ બેનામી ટ્રાન્ઝેકશન એકટ, વેલ્થ બ્લેકમની એકટમાં કોઈપણ પ્રકારની પ્રક્રિયાની અંતિમ તા.31 માર્ચ હોય તે તમામ વધારીને 30 જૂન 2020 કરવામાં આવી છે. આ ઉપરાંત ઈન્કમટેકસ રિટર્ન વિલંબથી ભરવામાં જે 12 ટકાની પેનલ્ટી લાગતી હતી તે ઘટાડીને 9 ટકા કરવામાં આવી છે. ટીડીએસ કાપવાની અને સરકારમાં ભરવાની વ્યવસ્થા યથાવત રહે છે પરંતુ તેમાં વિલંબથી ટીડીએસ ભરાય ત્યારે અત્યારે જે 18 ટકાની વ્યાજ લાગે છે તે ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યું છે.

નાણામંત્રીએ આ અગાઉ કરવેરા સંબંધીત જે કાંઈ નોટીસ 31 માર્ચ સુધીમાં આપવાની હોય છે તેની તારીખ પણ વધારીને 30 જૂન કરી છે. નાણામંત્રીએ જીએસટી કરદાતાઓને રાહત આપતા માર્ચ, એપ્રિલ અને મે માસમાં જીએસટી રિટર્ન ભરવાની આખરી તારીખ લંબાવીને 30 જૂન 2020 કરી છે. આ જ રીતે રૂા.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીને રિટર્ન વિલંબમાં થાય તો તેમાં જે વ્યાજ અને પેનલ્ટી લાગતી હતી તે રદ કરી છે. આ વ્યવસ્થા તા.30 જૂન સુધી અમલમાં રહેશે. આવી જ રીતે રૂા.5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ અને કંપનીઓને તેમનું રિટર્ન વિલંબમાં મુકાય તો તેના પર જે પેનલ્ટી લાગતી હતી તે રદ કરી છે અને ફકત 9 ટકા વ્યાજ લાગશે.

કોરાનાના કારણે હાલ તમામ પ્રકારની જે આર્થિક પ્રવૃતિ ઠપ્પ થઈ છે તે જોતા નાણામંત્રીએ વ્યાપાર ઉદ્યોગને આ એક મોટી રાહત આપવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત કંપનીઓને બોર્ડ મીટીંગ બોલાવવા માટેના જે નિયમ છે તેમાં 60 દિવસની છૂટછાટ આપી છે.

આગામી ત્રણ માસ કોઈપણ બેન્કના એટીએમમાંથી નાણાં ઉપાડવામાં ચાર્જ નહી લાગે
દેશમાં કોરોનાના કારણે જે અફડાતફડી છે તેવા લોકોને રાહત આપવા નાણામંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જાહેર કર્યુ છે કે હાલ કોઈ બેન્ક ખાતા ધારક અન્ય બેન્કના એટીએમમાંથી નિયત સંખ્યા કરતા વધુ વખત નાણા ઉપાડે તો તે ચાર્જ લેવાય છે તે આગામી ત્રણ માસ સુધી સસ્પેન્ડ કરાયો છે અને જૂન 30 સુધી અન્ય બેન્કના એટીએમના ઉપયોગ પર કોઈ ચાર્જ નહી લેવાય.

તૂર્તમાં આર્થિક પેકેજ જાહે૨ ક૨ાશે : સિતા૨ામન
નાણાંમંત્રી નિર્મલા સિતા૨ામને એમ પણ જાહે૨ ર્ક્યુ છે કે, કો૨ોના કટોકટીને કા૨ણે ઉદભવેલી પરિસ્થિતિમાં સ૨કા૨ વ્હેલી તકે આર્થિક પેકેજ જાહે૨ ક૨શે.

બેંકોમાં મીનીમમ બેલેન્સનો ચાર્જ નહી લાગે : નિર્મલા સિતા૨ામન
નાણાંપ્રધાન નિર્મલા સિતા૨ામન આવક્વે૨ા-જીએસટી ૨ીટર્ન તથા વ્યાજ-પેનલ્ટી અને એટીએમને લગતી ૨ાહતો જાહે૨ ર્ક્યા બાદ ઉપ૨ાંત બેંક ગ્રાહકોને મીનીમમ બેલેન્સના નિયમમાંથી પણ મુક્તિ આપી છે. મીનીમમ બેલેન્સ ન હોય તો ચાર્જ વસુલાય છે પ૨ંતુ અત્યા૨ના સંજોગોમાં કોઈ ચાર્જ નહીં વસુલાય.


Loading...
Advertisement