ઓહ નો: ચીનમાં હવે હંટા વાયરસ: એકનો ભોગ લીધો

24 March 2020 03:31 PM
India World
  • ઓહ નો: ચીનમાં હવે હંટા વાયરસ: એકનો ભોગ લીધો

કોરોનાનો કહેર પુરો થયો નથી ત્યાં જ ચાઈનામાં ઉંદરથી ફેલાતા નવા વાયરસએ ફફડાટ મચાવી દીધો: 32 લોકો હાલ શંકાસ્પદ

બીજીંગ તા.24
ચીનમાં કોરોના વાયરસનો ભય હજુ યથાવત જ છે અને સમગ્ર વિશ્વ હવે કોરોનાની ચપેટમાં આવી ગયુ છે તથા હજારો મોત થયા છે તે વચ્ચે ચીનમાં વધુ એક વાયરસ ફેલાયો હોવાના સંકેત છે. જેને હંટા વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે અને તે કોરોના જેવો જ ખતરનાક હોવાનું મનાય છે.

ચીનના શાડોંગ પ્રાંતમાં આ વાયરસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. આ વ્યક્તિ બસમાં પ્રવાસ કરતો હતો તે સમયે તેનુ મૃત્યુ થયુ હતું અને હવે તેની સાથે પ્રવાસ કરતા 32 લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ચીનમાં આ અહેવાલ ફેલાતા જ જબરો ખળભળાટ મચી ગયો છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વાયરસ કોરોના જેવો ઘાતક નથી પરંતુ છતાં તેની ચિંતા કરવી પડે તેમ છે. આ વાયરસ ઉંદરના મળ, પેશાબ વગેરેને અડકવાથી થાય છે, જેમાં તાવ, શરીરમાં દર્દ, પેટમાં દર્દ, ઉલ્ટી, ડાયેરીયા જેવા લક્ષણો છે અને ફેફસામાં પાણી ભરાઈ જાય છે. આ વાયરસ માણસનું જીવન લઈ શકે છે. ચીનમાં અગાઉ આ વાયરસ ફેલાઈ ચૂકયો છે.


Loading...
Advertisement