ઉપલેટામાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ પાનના ગલ્લાના માલિકો સામે પોલીસ કાર્યવાહી

24 March 2020 02:45 PM
Dhoraji
  • ઉપલેટામાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ પાનના ગલ્લાના માલિકો સામે પોલીસ કાર્યવાહી

(ભરત દોશી)થ સાવરકુંડલા તા.24
ઉપલેટામાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ પાનના ગલ્લાના માલિકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગરૂપે લોકોની અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ તથા હોટલો, રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા,ચા ની લારીઓ જેવા જાહેર સ્થળોના સંચાલકોએ નોવેલ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સ્વચ્છતા જાળવવાની તથા પાનના ગલ્લા તેમજ ચા ની દુકાનો બંધ રાખવાની રહેશે જે બાબતે મહે.જીલ્લા મેજી રાજકોટ ના જાહેરનામું બહાર પાડેલ હોય જે અન્વયે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વિ.એમ.લગારીયા તથા સાથેના પોલીસ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન સુચના આપેલ હોવા છતાં અલગ-અલગ વિસ્તારમાં દુકાનો ખુલી રાખી ત્યા ઘણા લોકોની ભીડ એકઠી કરી જાહેરનામાનો ભંગ કરેલ (1) રાજેન્દ્રસિંહ નવલસિંહ ચુડાસમા જાતે દરબાર ઉ.વ. 40 રહે દ્વારકેશ એપાર્ટમેન્ટ સ્વામિનારાયણ મંદિર પાસે ઉપલેટા (2) મહેશભાઈ સોમાયતભાઈ સુવા જાતે આહિર ધંધો વેપાર રહે એપલગ્રીન પાર્ટી પ્લોટની બાજુમાં ખાખી જાળીયા રોડ ઉપલેટા (3) ગોપાલભાઈ જીણાભાઈ રાઠોડ જાતે કોળી ઉ.વ. 31 ધંધો વેપાર રહે રાધે ક્રિષ્ના સોસાયટી ઉપલેટા વાળા ત્રણેય વિરૂધ્ધ જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વિ એમ લગારીયા સાહેબ,એ એસ આઈ દિનેશભાઈ ગોહિલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોંડલીયા, ગગુભાઈ ચારણ,નિરવભાઈ ઉટડીયા, ભરતભાઈ સુવા સહિતના ઉપલેટા પોલીસ સ્ટેશનના જોડાયા હતા.


Loading...
Advertisement