વંથલીના ભાટીયા ગામની સીમમાં ચાલુ થ્રેસરમાં મહિલા આવી જતાં ધડથી માથુ અલગ : અરેરાટી

24 March 2020 02:33 PM
Junagadh Saurashtra
  • વંથલીના ભાટીયા ગામની સીમમાં ચાલુ થ્રેસરમાં મહિલા આવી જતાં ધડથી માથુ અલગ : અરેરાટી

માંગરોળના મુક્તુપુરની સીમમાં વૃધ્ધનું કૂવામાં પડી જતા મોત

જૂનાગઢ,તા. 24
વંથલીથી 13 કિ.મી.દૂર ભાટીયા ગામે ચણા કાઢવાના થ્રેસરમાં પરપ્રાંતીય મહિલા ચાલુ થ્રેસરમાં આવી જતા ગળુ ધડથી અલગ થઇ કપાઈ જતાં લોહીના ફૂવારા ઉડી ડુચ્ચા બોલી જતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ ંગેની વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનાં ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના કોટડાકલા ગામના રહીશ ભુરાલાલ લાલસીંગ અને તેની પત્નીની મુડીબેન (ઉ.40) પરિવાર સાથે મજુરી કામ કરવા વંથલીના ભાટીયા ગામે આવેલ હોય ગઇકાલે ખેતરમાં ચણા કાઢવાનું થ્રેસર ચાલુ હતું. ત્યારે અકસ્માતે મુડીબહેનની સાડી થ્રેસરમાં વીંટાઈ જતાં મહિલાને થ્રેસરમાં ઢસડી અંદર નાખી દેતા લોહીના ફૂવારા ઉડી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવથી પરપ્રાંતિય પરિવાર ભાંગી પડ્યો હતો. વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
વૃધ્ધાનું મોત
માંગરોળ તાબેનાં મુક્તુપુરની સીમમાં રહેતા રતનબેન ભીખાભાઈ પરમારને આંખે ઓછું દેખાતું હોય તેઓ લઘુશંકા કરવા જતાં કુવામાં પડી જવાના કારણે ડૂબી જવાના કારણે ડુબી જતાં મોત નિપજ્યું હતું. બનાવની તપાસ માંગરોળ પોલીસે હાથ ધરી છે.
ઝેરી દવા પીતા મોત
વંથલીના નાના કાજલીયાળા ગામના રહીશ અજય ગોવિંદભાઈએ વાડલા ફાટક નજીક ઝેરી ટીકડા ખાઈ લેતાં જૂનાગઢ ખાતે સારવાર માટે લઇ આવતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નોંધાયું હતું. વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે દાવત કાર્યક્રમ અટકાવ્યો
જૂનાગઢના બારી ગામે રહેતા ઉમરભાઈ અલ્લારખાભાઈ ગામેતીની દીકરીના લગ્ન હોય જેમાં સગા વ્હાલા આવેલ મોટી સંખ્યામાં વ્યક્તિ થયેલ હોય અને જમણવાર રાખેલ હતો. પરંતુ હાલ કોરોના વાઈરસમાં લોકોએ એકત્રિત થવું અને 144ની કલમ લાગુ હોય વગેરે સમજાવ્યા બાદ પોલીસની વાત માન્ય રાખી સાદાથી લગ્નવિધિ પતાવી દાવતનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.


Loading...
Advertisement