વંથલી ઝંડા ચોક પાસે રહેણાંક મકાનમાં જુગાર રમતા 17 જુગારીઓ ઝડપાયા

24 March 2020 02:32 PM
Junagadh Saurashtra
  • વંથલી ઝંડા ચોક પાસે રહેણાંક મકાનમાં જુગાર રમતા 17 જુગારીઓ ઝડપાયા

ક્રાઈમ બ્રાંચે બાઈક, કાર, મોબાઈલ મળી કુલ રૂા.4.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ફફડાટ

જુનાગઢ તા.24
જુનાગઢ ક્રાઈમ બ્રાંચે વંથલી ઝંડા ચોક પાસે રહેણાક મકાનમાં જુગાર રમતા 17 શખ્સોને રોકડ, મોબાઈલ, બાઈક, કાર સાથે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.
જુનાગઢ ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.સી. કાનમિયા તથા પો.સ.ઈન્સ. આર.કે. ગોહિલ સહિતના સ્ટાફે વંથલી ઝંડા ચોક પાસે ઈરફાન અલી અમરેલીયાના રહેણાક મકાનમાં જુગાર રમતા ઈરફાન અલી અમરેલીયા, સીદીક અલી અમરેલીયા, હાસમ ઈકબાલ સોઢા, અર્ષદ રઝાક અગવાન, સાહીલ સુલેમાન સોઢા, રે. વંથલી સાહીદ હુસેન મલ્લા, રફીક ઈબ્રાહીમ ભીસ્તી, શબ્બીર ઈબ્રાહીમ ભીસ્તી, સબીર હુસેન પડાળા, અનશ કરાચ, અલી ઈબ્રાહીમ ભીસ્તી, એઝાઝ ઈસ્માઈલ કરાચ, ફારૂક અલ્લારખા ભીસ્તી, મુસેબ મુનાફ નાગોરી, તોફીક બોદુ અમરેલીયા, અફજલ અયુબ કરાચ, રેહાન રફીક ઘાંચીને રોકડ રૂા. 1,16,770 અને નાલના રૂા.6500, બાઈક-6, કાર-1 મોબાઈલ નંગ 18 મળી કુલ રૂા.4,51,270ના મુદામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચના પો.ઈ. આર.સી. કાનમિયા તથા પો.સ.ઈન્સ. આર.કે. ગોહીલ, પો.હે.કોન્સ. શબીરખાન બેલીમ, ભરતભાઈ સોનારા, વિક્રમભાઈ ચાવડા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ ઓડેદરા, હાજીભાઈ સુમરા, તથા પો.કો. સાહિલભાઈ સમા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દિવ્યેશભાઈ ડાભી, ધર્મેશભાઈ વાઢેળ વિગેરે પોલીસ સ્ટાફે બજાવી હતી.


Loading...
Advertisement